Home /News /cricket /CSKમાં જાધવના સ્થાને સામેલ કરાયેલા ડેવિડ વિલીના પિતા હતા અમ્પાયર

CSKમાં જાધવના સ્થાને સામેલ કરાયેલા ડેવિડ વિલીના પિતા હતા અમ્પાયર

ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સના અનેક ખેલાડીઓ ઇજાના કારણે આખી ટુનામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. સુરેશ રૈના ઇજાને કારણે થોડી મેચમાં  રમી શકશે નહી જ્યારે કેદાર જાધવ ઇજાને કારણે આખી ટુનામેન્ટમાંથી જ બહાર થઇ ગયો છે.



જાધવના સ્થાને ચેન્નઇ સુપરકિંગ્સે ઇગ્લેન્ડના ડેવિડ વિલીનો ટીમમાં સમાવેશ કર્યો છે. નોંધનીય છે કે જાધવને મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચ દરમિયાન ઇજા થઇ હતી. ડેવિડ બેલી પેસ બોલર છે. મે 2015માં આયરલેન્ડ સામે ઇગ્લેન્ડ માટે ડેબ્યૂ કરનાર ડેવિડના પિટા પીટર વિલી પણ ક્રિકેટર હતા. તેઓ ક્રિકેટ બાદ અમ્પાયર પણ રહી ચૂક્યા છે.



ડેવિડે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમતા કરી હતી. બાદમાં તે યોર્કશાયર ટીમમાં પણ રમી ચૂક્યો છે. તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડની અંડર-19 ક્રિકેટ ટીમમાં ડેવિડને સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ સ્તરે ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી.



ડેવિડ ઇગ્લેન્ડ તરફથી 34 વન-ડે અને 20 ટી-20 મેચ રમી ચૂક્યો છે. ડેવિડ વિલી મેરિડ છે અને તેણે ઇગ્લેન્ડની જાણીતી પોપ સિંગર અને સોંગ રાઇટર કેરોલિન ગુડ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન નવેમ્બર 2016માં થયા હતા.

First published:

Tags: CSK, Ipl 2018, Kedar Jadhav, ક્રિકેટ