IPL-11ના 11મી સિઝનની 40મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમવામાં આવી રહી છે. આ મુકાબલો જયપુરમાં રમવામાં આવી રહ્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ કિંગ્સ ઈલેવન પંજાબને ફિલ્ડીંગ સોંપી હતી. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાને 58 રન બનાવ્યા. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ 20 ઓવરના અંતે 07 વિકેટના નુકશાને 143 રન જ બનાવી શક્યું. આ રીતે શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સની શાનદાર 15 રને જીત થઈ છે.
પંજાબ - કોણે કેટલી વિકેટ લીધી માર્કસ સ્ટોઈનિસે 02 ઓવરમાં 15 રન આપી 01 વિકેટ લીધી અક્ષર પટેલે 03 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી મોહિત શર્મા 03 ઓવરમાં 29 રન આપી એક પણ વિકેટ ન લીધી એન્ડ્ર્યૂ ટાઈ 04 ઓવરમાં 34 રન આપી 04 વિકેટ લીધી રવિચન્દ્રન અશ્વિને 04 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી મુઝિબ ઉર રહેમાન 04 ઓવરમાં 21 રન આપી 02 વિકેટ લીધી