Home /News /cricket /

IPL 2018: ધોનીની બેટિંગથી ખુશ યુવતીએ મેદાનમાં જ કાઢી નાખી પોતાની ટી-શર્ટ, જાણો પછી શું થયું

IPL 2018: ધોનીની બેટિંગથી ખુશ યુવતીએ મેદાનમાં જ કાઢી નાખી પોતાની ટી-શર્ટ, જાણો પછી શું થયું

નવી દિલ્હીઃ આઇપીએલની 11મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચમાં ધોની આક્રમક અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ધોનીએ કેપ્ટન ઇનિંગ રમી ટીમને વિજય અપાવ્યો હતો. ધોનીએ 34 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. સ્ટેડિયમમાં હાજર ક્રિકેટના ચાહકો ધોનીના તમામ શોર્ટ્સનો આનંદ માણી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ધોનીની એક ફેન્સે એક વીડિયો અપલોડ કર્યો છે જેને જોઇને આરસીબીના ચાહકોને ગુસ્સો આવી શકે છે.

વીડિયોની શરૂઆતમાં આરસીબીની ટી-શર્ટ પહેરેલી એક યુવતી કોહલીને સપોર્ટ કરતી આરસીબી-આરસીબી બૂમો પાડતી હોય છે. પરંતુ અંતિમ ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની વિનિંગ શોટ લગાવે છે કે તરત જ તે યુવતી આરસીબીની ટી-શર્ટ ઉતારી દે છે. યુવતીએ અંદર ચેન્નઇની ટી-શર્ટ પહેરેલી હોય છે અને ધોની ધોની બૂમો પાડી સીએસકેને સપોર્ટ કરવા લાગે છે.

First published:

Tags: Ipl 2018, Ms dhoni, RCB

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन