IPL 2018 : કોલકાતાએ RCBને 06 વિકેટ આપી માત, વિરાટની ફિફ્ટી પાણીમાં

kiran mehta
Updated: April 30, 2018, 12:29 AM IST
IPL 2018 : કોલકાતાએ RCBને 06 વિકેટ આપી માત, વિરાટની ફિફ્ટી પાણીમાં

  • Share this:
કોલકાતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલનો29મો મુકાબલો બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયો. આ મેચમાં કોલકાતાએ બેંગ્લોરને 06 વિકેટે હરાવી દીધું.

આ મેચમાં કોલકાતાએ પહેલા ટોસ જીતીને  બેંગ્લોરને બેટિંગ આપી હતી. બેંગ્લોરે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં ડિવિલિયર્સની ગેરહાજરીમાં 175 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 44 બોલમાં ત્રણ સિક્સ અને પાંચ ફોરની મદદથી 68 રનની અણનમ ઈનિંગ રમી હતી, તે ઉપરાંત ડિ કોક 29 અને મેક્કૂલમે 38 રનની ઈનિંગ રમી હતી.  આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 176 રનનો ટાર્ગેટ આપી દીધો હતો.

આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ કોલકાતાની ટીમને સારી શરૂઆત મળી હતી. સુનિલ નારન અને ક્રિસ લિને ટીમને 55 રનની પાર્ટનરશીપ આપી ત્યાર બાદ નારન 27 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ઉથપ્પાએ આવતાની સાથે જ શાનદાર બેટિંગની શરૂઆત કરીને 21 બોલમાં 36 રન ફટકારીને આરસીબીની ચિંતામાં વધારો કરી નાંખ્યો હતો. જોકે, 36 રને ઉથપ્પા મુરૂગન અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો હતો. ઉથપ્પાના આઉટ થયા બાદ નીતિશ રાણા મેદાનમાં ઉતર્યો હતો. નીતિશ રાણા અને ક્રિસ લિને ટીમના સ્કોરને આગળ વધાર્યો પરંતુ રનરેટમાં ઘટાડો થઈ ગયો હતો.

જ્યારે કોલકાતાને અંતિમ પાંચ ઓવરમાં 52 રનની જરૂરત હતી, ત્યારે નીતિશ રાણા (15 રને)ને બેક પેઈન થતાં મેદાન છોડીને જવું પડ્યું હતું, તેમની જગ્યાએ આવેલ રસેલને આવતાની સાથે જ સિરાજે શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો હતો. રસેલ બાદ આવેલ કેપ્ટન દિનેશ કાર્તિકે મેચની તસવીર બદલી નાંખી.. દિનેશ કાર્તિકે માત્ર દસ બોલમાં 23 રન ફટકારીને ટીમને જીતની નજીક લાવી દીધી. અંતે શુભમ ગિલે ઉમેશ યાદની 20મી ઓવરમાં ફોર ફટકારીને ટીમને જીત અપાવી દીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (પ્લેઈંગ ઈલેવન): ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), બ્રેન્ડન મેક્કુલમ, વિરાટ કોહલી (કેપ્ટન), મનન વૌરા, મનીદીપ સિંહ, કોલિન દ ગ્રાન્ડહોમ, મુરુગાન અશ્વિન, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ

કોલકતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન): ક્રિસ લિન, સુનીલ નરૈન, રોબિન ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટકિપર), શુભમાન ગિલ, આન્દ્રે રસેલ, શિવામ મવિ, પિયુષ ચાવલા, મિચેલ જોહ્ન્સન, કુલદીપ યાદવ
First published: April 29, 2018
વધુ વાંચો
अगली ख़बर