રાજસ્થાનનો ધબડકો, ચેન્નાઈએ 64 રને મેળવી જીત- વોટ્સનની સદી

News18 Gujarati
Updated: April 21, 2018, 12:08 AM IST
રાજસ્થાનનો ધબડકો, ચેન્નાઈએ 64 રને મેળવી જીત- વોટ્સનની સદી

  • Share this:
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસનના મેદાનમાં રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે થયેલા મુકાબલામાં ચેન્નાઈએ 64 રને જીત મેળવી લીધી છે. આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને ચેન્નાઈને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 204 રન ફટકારી દીધા હતા. જેમાં વોટ્સને ચેન્નાઈને શાનદાર શરૂઆત અપાવતા 106 રનની ઈનિંગ રમી હતી. આ આઈપીએલમાં ગેલ પછી વોટ્સનની બીજી સદી છે. વોટ્સને 57 બોલમાં 9 ફોર અને 6 સિક્સની મદદથી 106 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી હતી. તે ઉપરાંત સુરૈશ રૈનાએ 46 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ ચેન્નાઈએ પોતાની ત્રીજી જીત નોંધાવી લીધી હતી.

ચેન્નાઈએ આપેલા 205 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સને હેનરિક ક્લાસેના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. ત્યાર બાદ એકપછી એક ત્રણ વિકેટ ટપોટપ પડી ગઈ હતી. જોકે, વચ્ચે બેન સ્ટોક્સે અને જોશ બટલરે ઈનિંગ સંભાળવાની કોશિશ કરી હતી. જોકે બેન સ્ટોક્સ પણ 37 બોલમાં 45 રન બનાવીને આઉટ થઈ જતાં રાજસ્થાનની જીતની આશા પર પાણી ફરી ગયું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સ સિવાય અન્ય કોઈપણ ખેલાડી 25 રનનાં આંકડા પાર જઈ શક્યો નહતો.

રાજસ્થાન તરફથી શ્રેય્યાસ ગોપાલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ચેન્નાઈ તરફથી દિપક હુડ્ડા, શાર્દૂલ ઠાકૂર, ડ્વેન બ્રાવો અને કરણ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના, સેમ બિલિંગ્સ, એમએસ ધોની (વિકેટકિપર / કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, ડ્વેઈન બ્રાવો, દીપક ચાહર, કરણ શર્મા, શાર્દુલ ઠાકુર, ઈમરાન તાહિર

રાજસ્થાન રોયલ્સ (પ્લેઈંગ ઈલેવન): અજિંક્યા રહાણે (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, સંજય સેમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકિપર), હેનરિચ ક્લાસને, સ્ટુઅર્ટ બિન્ની, ક્રિષ્નાપ્પા ગોથમ, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનાડકટ, બેન લાફલિન
First published: April 20, 2018
વધુ વાંચો
अगली ख़बर