IPL 2018 : ગંભીર બાદ હવે બ્રિટિશ ક્રિકેટર મોઈન અલી છોડશે ફિસ

News18 Gujarati
Updated: April 28, 2018, 5:53 PM IST
IPL 2018 : ગંભીર બાદ હવે બ્રિટિશ ક્રિકેટર મોઈન અલી છોડશે ફિસ

  • Share this:
હાલમાં જ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી ડેયરડેવિલ્સની કેપ્ટની છોડી છે. તે ઉપરાંત તેમને નિર્ણય લીધો છે કે, તેઓ ફ્રેન્ચાઈઝી માટે કોઈ જ ફિસ લીધા વગર મેચ રમશે. ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ આખા દેશમાં તેના વખાણ થવા લાગ્યા છે. ગૌતમ ગંભીર બાદ બ્રિટિશ ખેલાડી મોઈન અલી ખાને પણ સેલરી વગર ટૂર્નામેન્ટ રમવાની રજૂઆત કરી છે. મોઈન અલીને 1.7 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સે ખરીદ્યો છે. મોઈન અલીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે, તે ટૂર્નામેન્ટ સેલરી લીધા વગર જ રમવા ઈચ્છે છે.

ઈંગ્લેન્ડના ખેલાડી મોઈન અલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અત્યાર સુધી એકપણ આઈપીએલ મેચ રમી નથી. મોઈન ફ્રેન્ચાઈઝીના તે બે વિદેશી કેલાડીઓમાંથી એક છે જેમને ટીમ માટે રમવાની તક મળી નથી. આને લઈને મોઈન અલીએ કહ્યું કે, તેઓ તે માટે આવ્યા હતા કે, તેઓ નવો અનુભવ લઈ શકે અને તેઓ આગળ આવી રીતે જ સફર ચાલું રાખશે. મીડિયા રિપોર્ટ અનુસાર, મોઈન અલીએ કહ્યું, "જો તમે મને આઈપીએલમાં ફ્રિમાં રમવા માટે પૂછો છો તો હું તૈયાર છું. હું તે માટે આવ્યો હતો કે અનુભવ લઈ શકું. ખાસ કરીને વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, બેન્ડન મેક્કૂલમ અને ડિ કોક ખેલાડીઓ સાથે રમીને."

તમને જણાવી દઉ કે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં દિલ્હી ડેયરડેવિલ્સ કઈ ખાસ પ્રદર્શન કરી નહતી, જેના કારણે ગંભીરે પોતે જ કેપ્ટનસી છોડી દીધી અને સેલરી ન લેવાનો નિર્ણય લીધો હતો.
First published: April 28, 2018, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading