Home /News /cricket /ઓસીના પૂર્વ દિગ્ગજે ગેલની જગ્યાએ ધોનીને ગણાવ્યો 'યૂનીવર્સનો બોસ', રાયડૂને કહ્યો- આઈસમેન

ઓસીના પૂર્વ દિગ્ગજે ગેલની જગ્યાએ ધોનીને ગણાવ્યો 'યૂનીવર્સનો બોસ', રાયડૂને કહ્યો- આઈસમેન

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની વિસ્ફોટક ઈનિંગના ચારે બાજુ વખાણ થઈ રહ્યાં છે. ક્રિકેટ જગતના પૂર્વ દિગ્ગજ પ્લેયર્સ પણ ધોનીના ફેન થઈ ગયા છે. ટી20 લીગમાં સામાન્ય રીતે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને 'યૂનીવર્સનો બોસ'તરીકે ઓળખવામાં આવે છે. ગેલે પોતાની રીતે જ પોતાની જાત માટે આ ઉપમા બનાવી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડન આની સમંત નથી. બેંગ્લોરમાં ધોનીની ઈનિંગ બાદ તેમના વિચારસરણીમાં બદલાવ થયો છે. તેમને ગેલની જગ્યાએ 'યૂનીવર્સનો અસલી બોસ' ધોનીને ગણાવ્યો છે. હેડને અંબાતી રાયડૂને આઈસમેન ગણાવ્યો હતો. હેડને ટ્વિટ કહ્યું, "ઓહ માઈ ગોડ... કૃપા કરીને મને ઉંઘવા દો. સીએસકે તમે આઈપીએલને આટલી શાનદાર બનાવવામાં કેમ લાગ્યા છો? મહેન્દ્રસિંહ ધોની યૂનીવર્સનો અસલી બોસ છે. મિસ્ટર આઈસમેન અંબાતૂ રાયડૂ તમને આવનારા સમયમાં જોવા માટે રોમાંચિત છું."


ગેલે કિંગ્સ ઈલેવન પંજાબની તરફથી રમતા IPL 2018માં વિસ્ફોટક શતક લગાવીને ટી20 લીગની 11મી સિઝનમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી છે. જ્યારે ધોનીએ આરસીબી વિરૂદ્ધ પોતાનું બીજુ અર્ધશતક ફટકારીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. ધોનીની વિસ્ફોટક બેટિંગની મદદથી સીએસકેના 206 રનના ટાર્ગેટને પણ મેળવી લીધો હતો. ખાસ વાત તે છે કે, ધોની અંત સુધી આઉટ થયો નહતો અને સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. ધોનીએ આ મેચમાં 34 બોલમાં 7 સિક્સ અને બે ફોરની મદદથી 70 રન ફટકાર્યા હતા. જ્યારે રાયડૂએ 53 બોલમાં 8 સિક્સ અને 3 ફોરની મદદથી 82 રનની ઈનિંગ રમીને રન આઉટ થઈ ગયો હતો.
First published:

Tags: Csk vs rcb, Ipl 2018, Mahendra singh dhoni, Sports news