પઠાણ-પંડ્યા ભાઇઓ બાદ IPLમાં ધૂમ મચાવી રહ્યા છે ચહર ભાઇઓ

 • Share this:

  ઇન્ડિયન પ્રિમિયર લીગની સીઝન 11માં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાની ખૂબ ચર્ચા થઇ રહી છે. અગાઉની આઇપીએલની સીઝનમાં પઠાણ બંધુઓ યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણની પણ ખૂબ ચર્ચા હતી. હાર્દિક પંડ્યાને મુંબઇએ 11 કરોડમાં રિટેન કર્યો છે જ્યારે કૃણાલ પંડ્યાને8.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં ભાઇઓની એક જોડી પણ ખૂબ ચર્ચાનું કારણ બની છે. આ ભાઇઓનું નામ છે દીપક ચહર અને રાહુલ ચહર.  આઇપીએલની આ સીઝનમા ઓક્શન દરમિયાન ચેન્નઇ સુપરકિંગ્સે ઝડપી બોલર દીપક ચહરને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ અગાઉ દીપક ચેન્નઇ સુપરકિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે. દીપકના નાના ભાઇ રાહુલ ચહરની વાત કરવામાં આવે તો તેને મુંબઇ ઇન્ડિયન્સે 1.90 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 20 લાખ રૂપિયા બેઝ પ્રાઇઝ ધરાવતા રાહુલને ખરીદવા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરો જંગ જામ્યો હતો અને અંતમાં મુંબઇ બાજી મારી લીધી હતી.  રાહુલ પ્રથમવાર આઇપીએલ 10માં પૂણેની ટીમ તરફથી રમ્યો હતો.  ચાર ઓગસ્ટ 1999ના રોજ રાજસ્થાનમાં જન્મેલા રાહુલ ચહર અને અંડર-19 અને અંડર-23 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને 2016-17માં રણજીમા ડેબ્યૂ કરવાની તક મળી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2017માં પૂણેએ તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 8 એપ્રિલ 2017ના રોજ રાહુલે ડેબ્યૂ કર્યું હતું.   રસપ્રદ વાત એ છે કે દીપકને 2008માં  ગ્રેગ ચેપલે ઝડપી બોલર બનવા લાયક સમજ્યો નહોતો. તે સમયે દીપકની ઉંમર 18 વર્ષની હતી અને તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. પરંતુ બે વર્ષ બાદ દીપકે હૈદરાબાદ વિરુદ્ધ રણજી મેચમાં 8/10 નું પ્રદર્શન કરીને ચોંકાવી દીધા હતા.

  Published by:Mujahid Tunvar
  First published: