Home /News /cricket /

INDvsENG: મામલો ગરમ છે! પાંચમી મેચમાં શું વિરાટ કોહલીને બદલે રોહિત શર્મા કપ્તાની કરશે? 

INDvsENG: મામલો ગરમ છે! પાંચમી મેચમાં શું વિરાટ કોહલીને બદલે રોહિત શર્મા કપ્તાની કરશે? 

ફાઈલ તસવીર

આ મેચ નિર્ણાયકની સાથે રોમાંચક પણ બની રહેશે કારણ કે વિરાટ કોહલી અને ઓર્ગન આસાનીથી આ મેચ જીતવા નહીં દે. કોહલી પોતાની રાયવલ ટીમને આસાનીથી જીતવા દેતો નથી જ્યારે મોર્ગનની ટીમ ઈન્ડિયાની ટીમ લડાયક અનુભવી અને પ્રતિભાશાળી છે.

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra modi stadium) છેલ્લી અને પાંચમી ટી-20 (T-20) ખૂબ જ મહત્વની બની રહેશે. કારણ કે આ મેચ દ્વારા નક્કી થશે કે કઈ ટીમે બાજી મારી છે અને કઈ ટીમ સિરીઝ જીતી ગઈ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે બંને દેશો બે બે મેચ જીતી છે. સિરીઝ બે બેથી સરભર છે. હવે આવતીકાલની શનિવારે  મેચ જીતનારી ટીમ સિરીઝ જીતશે. સિરીઝ જીતવાના પોઇન્ટ ઓફ વ્યુથી બંને ટીમ માટે ખૂબ જ મહત્વની વાત છે.

આ અંગે જાણીતા ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદીના (Cricket expert Tushar Trivedi) કહેવા પ્રમાણે આ મેચ નિર્ણાયકની સાથે રોમાંચક પણ બની રહેશે કારણ કે વિરાટ કોહલી અને ઓર્ગન આસાનીથી આ મેચ જીતવા નહીં દે. કોહલી પોતાની રાયવલ ટીમને આસાનીથી જીતવા દેતો નથી જ્યારે મોર્ગનની ટીમ ઈન્ડિયાની (team India) ટીમ લડાયક અનુભવી અને પ્રતિભાશાળી છે એટલે ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ ભારતને આસાનીથી જીતવા નહિ દે. રોમાંચ સાથે આજે કશ્મકશ જામશે અને બની શકે કે છેલ્લી ઓવર સુધી  મેચ માં કોણ જીતશે તેનો ખ્યાલ ના આવે એવી શક્યતા છે અને હવે તબક્કો પણ એવો આવી ગયો છે કે જો જીતા વહી સિકંદર.

ટીમમાં કયાં બદલાવની જરૂર?
જાણીતા ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદી ના કહેવા પ્રમાણે ભારત માટે અખતરા કરવાનો સમય પતી ગયો છે છતાં લોકેશ રાહુલને બદલાવી શકાય તેમ છે.અત્યાર સુધીની ચાર મેચમાં પહેલી બે મેચમાં 0 ત્રીજી મેચમાં એક અને ચોથી મેચમાં 14 રન કર્યા તે રાહુલની ક્ષમતાને ન્યાય નથી આપતા. તેથી રાહુલને ચેન્જ કરીને ફરી જૂનું કોમ્બિનેશન રોહિત શર્મા અને શિખર ધવન ને  લાવે  અથવા ઈશાન કિશનને પણ તક આપી દે તો બેટિંગ લાઇન મજબૂત બને.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

આ પણ વાંચોઃ-રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

ભારતનું સારું પરફોર્મન્સ જોવા મળે કારણ કે ઇશાન કિશન ફોર્મ આજે સૂર્ય કુમાર યાદવ ફોર્મમાં છે, હાર્દિક અને રિષભ પંત પણ સારું પર્ફોર્મન્સ આપી રહ્યા છે. બીજા વિરાટ કોહલીએ પણ સારું પરફોર્મન્સ આપ્યું છે એટલે હવે છેલ્લી મેચમાં  રોહિત - ધવન અથવા રોહિત - ઇશાનની જોડી અજમાવવામાં આવે અને રાહુલને સાઇડ ઉપર બેસાડી દેવામાં આવે તો આવતીકાલ નું પરફોર્મન્સ ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે આ મેચમાં હવે કોઈ અખતરા નહીં ચાલે. જે પરિણામ આવશે તે સિરીઝ ઉપર અસર કરશે. આ સંજોગોમાં  સાંજે ટોસ બાદ ભારતની ટીમમાં ફેરફાર યોગ્ય રહેશે.આજે સાંજે મેચ ફાયનલ ટીમ ઉતરશે તે અલગ હશે.
છેલ્લી મેચમાં  ઇન્ડિયાની ટીમમાં જે ખેલાડીઓ હશે ટ્વેન્ટી 20 વર્લ્ડકપમાં પણ હશે આજે ટીમ રમશે અને ટીમના તમામ ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપમાં પણ જોવા મળશે. આ વાતને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં ફેરફાર જોવા મળશે તે ચોક્કસ છે.જે રીતે આપણે ચોથી મેચમાં બોલિંગ કરી તે પ્રમાણે વોશિંગ્ટન સુંદર માં બદલાવની જરૂર છે. બેટિંગમાં લોકેશ રાહુલના ફેરફારની જરૂર છે પણ હા બહુ જ મોટો અખતરો કરવો હોય તો વિરાટ કોહલી પોતાની જાતને આરામ આપીને રોહિત શર્માને કેપ્ટનશીપ આપે.
Published by:ankit patel
First published:

Tags: India vs england, IndVsEng, T-20

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन