થોડા સમય પહેલા જ મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલ જેવી મહત્વની મેચમાં ટોચની બેસ્ટમેન મિતાલી રાજને ટીમની બહાર બેસાડવા પર કોચ રમેશ પવારની ચારે બાજુ આલોચના થઇ રહી છે. જો કે રમેશ પવારે બીસીસીઆઇને એક પત્ર લખી મિતાલી રાજ પર આરોપો લગાવ્યા હતા. જેને લઇને મિતાલીએ ટ્વીટ કરી કહ્યું કે મારા જીવનના આ ખરાબ દિવસો છે, ભગવાન મને શક્તિ આપે.
મિતાલી રાજે પોતાની ટ્વીટર એકાઉન્ટ્સ પર ટ્વીટ કરી હાલમાં ચાલી રહેલા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો. મિતાલીએ ટ્વીટમાં લખ્યું કે 'મારા પર લગાવવામાં આવેલા આરોપોથી હું ખૂબ જ દુઃખી છું. છેલ્લા 20 વર્ષથી દેશ તરફથી રમતના મેદાનમાં મારા યોગદાન પર આજે સવાલો ઉઠી રહ્યાં છે. મારી આવડત અને અનુભવો પર સવાલો ઉઠી રહ્યાં છે. મારી જીવનના આ સૌથી કાળા દિવસો છે. ભગવાન મને શક્તિ આપે'
આ પહેલા કોચ રમેશ પવારે બીસીસીઆઇને એક પત્ર લખી મિતાલી રાજ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું કે મિતાલીએ ટીમથી ઉપર જઇને પોતાના હિત અંગે વિચારવાનું બંધ કરવું જોઇએ. મને આશા છે કે તે આ અંગે ગંભીરતાથી વિચારશે અને ભારતીય મહિલા ક્રિકેટને આગળ લાવવા કામ કરશે. મિતાલીએ પોતાના રેકોર્ડ બનાવવા માટે બેટિંક કરી, જેના કારણે બેટિંગમાં એક ફ્લો અથવા લય ન જળવાયું. પાકિસ્તાન સામેની મેચમાં મિતાલીએ ધમકી આપી કે જો તેને ઓપનિંગ નહીં કરાવવામાં આવે તો તે પરત ફરી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર