Home /News /cricket /વડોદરાની મહિલા ક્રિકેટ ટીમની બસને વિશાખાપટ્ટમમાં નડ્યો અકસ્માત, ચાર ખેલાડીઓ અને કોચ ઘાયલ

વડોદરાની મહિલા ક્રિકેટ ટીમની બસને વિશાખાપટ્ટમમાં નડ્યો અકસ્માત, ચાર ખેલાડીઓ અને કોચ ઘાયલ

મહિલા ક્રિકેટ ટીમની બસને વિશાખાપટ્ટમમાં નડ્યો અકસ્માત

Women's Cricket Team Bus Accident: વિશાખાપટ્ટનમના જ્ઞાનપુરમમા વડોદરાની મહિલા ક્રિકેટ ટીમની બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં મહિલા ક્રિકેટ ટીમની ચાર ખેલાડીઓ ઘયાલ થઈ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Andhra Pradesh, India
Women's Cricket Team Bus Accident:આંધ્ર પ્રદેશન વિશાખાપટ્ટનમમાં વડોદરાની મહિલા ક્રિકેટ ટીમની બસનો અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં ચાર ખેલાડીઓ અને ટીમના કોચ ઘાયલ થઈ ગયા છે. આ અકસ્માત વિશાખાપટ્ટનમના જ્ઞાનપુરમાં થયો છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ડ્રાઈવર બાજુના ભાગને ભારે નુકશાન થયું છે.

આ પણ વાંચો: T20 World Cupમાં ટીમ ઈન્ડિયાનાં જ બે ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર

બસ અને એક ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો


મહિલા ક્રિકેટ ટીમ બસ અને એક ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમા મહિલા ક્રિકેટ ટીમની ચાર ખેલાડીઓ ઘાયલ થઈ છે. આ મામલે માહિતી આપતા વિશાખાપટ્ટનમ પોલીસે જણાવ્યુ હતુ કે, વિશાખાપટ્ટનમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બસનો અકસ્માત થયો છે અને તેમા ચાર ખેલાડીઓ ઘાયલ પણ થઈ છે. તે દરેક ખેલાડીઓને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને તેઓ સારવાર કરાવ્યા પછી વડોદરા જવા માટે નિકળી ગયા છે.


જ્ઞાનપુરમાં શુક્રવારે સવારે આ અકસ્માત સર્જાયો


મળતી વિગતો પ્રમાણે વિશાખાપટ્ટનમના જ્ઞાનપુરમાં શુક્રવારે સવારે આ અકસ્માત સર્જાયો હતો. વિશાખાપટ્ટનમ પોલીસે જણાવ્યું કે, ઘાયલ ખેલાડીઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સાંજે તેમની સારવાર પૂર્ણ થઈ જતા તેઓ વડોદરા જવા માટે નીકળી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ચાર મહિલા ખેલાડી સાથે સાથે કોચને પણ ઈજા થઈ હતી.
First published:

Tags: Accidents, Bus accident, Indian Women Cricket Team

विज्ञापन