દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડૂ-અશ્વિનની બાદબાકી

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 23, 2017, 8:50 PM IST
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડૂ-અશ્વિનની બાદબાકી

  • Share this:
બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દિધી છે.  દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ 06 મેચો રમશે. તે માટે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.

શ્રીલંકા સામેની સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને દિગ્ગજ ટીમ સાથે ટકરાવવું સહેલું રહેશે નહી. વિરાટ કોહલીની દક્ષિણ આફ્રિકામાં અગ્નિ પરીક્ષા થઈ શકે છે. તેવામાં વિરાટની ટીમ પર કરીએ એક નજર.

દક્ષિણ આફ્રિકા સામેની 6 મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, એમએસ ધોની (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કૂલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બૂમરાહ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકૂર

દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ પિચ પર મોહમ્મદ શામી અને શાર્દૂલ ઠાકૂરને તક આપવામાં આવી છે. તે ઉપરાંત બૂમરાહ તેમનો સાથ આપશે. તે ઉપરાંત યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવે પણ એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને અશ્વિનનો પત્તો કપાઈ ગયો છે. બીસીસીઆઈ અને વિરાટ કોહલીએ જાડૂ અને અશ્વિનની જગ્યાએ ચહલ અને કૂલદીપ પર પસંદગી ઉતારી છે.

તે ઉપરાંત કેદાર જાધવ અને શ્રેયસ અય્યરને પણ તક મળી છે. અય્યરને શ્રીલંકા બાદ આફ્રિકા માટેની પસંદગી કરવામાં આવી છે. આમ યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી રહી છે. તે ઉપરાંત સિનિયર ખેલાડી તરીકે અજિંક્ય રહાણેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.અંતે ટીમના સિનિયર ખેલાડીઓમાં વિરાટ, શિખર, રોહિત, મનીષ પાંડે, અને ધોની પર બેટિંગ લાઈનનો મોટાભાદનો દારોમદાર રહેશે. શ્રેયસ અને જાધવ પણ પોતાનો જલવો બતાવી શકે છે, જોકે આફ્રિકાની પિચ પર થોડૂ અઘરૂ છે.

તે ઉપરાંત બોલિંગની બધી જ જવાબદારી શમી, બૂમરાહ, ભૂવી પર રહેશે, જ્યારે સ્પિનર્સમાં કૂલદીપ અને ચહલ પર બધાની નજરો ગડાયેલી રહેશે.

આમ શ્રીલંકા સામેની મોટાભાગની ટીમને રિપિટ કરવામાં આવી છે. તે ઉપરાંત જાડેજા અને અશ્વિનની બાદબાદી ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે.


;
First published: December 23, 2017, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading