Indian Premier League 2021: IPL માટે PhonePeને મળી 6 સ્પોન્સરશીપ

Indian Premier League 2021: IPL માટે PhonePeને મળી 6 સ્પોન્સરશીપ
પ્રતિકાત્મક તસવીર

ફોનપે ઓફિશીયલ બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા ઉપરાંત કો-પ્રેઝેન્ટીંગ સ્પોન્સરશીપ ડિઝની હોટસ્ટાર સાથે સહયોગી સ્પોન્સરશીપ પણ છે.

  • Share this:
    નવી દિલ્હીઃ હાલ ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટી-20 લીગ ચાલી રહી છે. જે બાદ બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ (ODI series) પણ રમાશે. તો બીજી તરફ IPLની 14મી સીઝનના પણ ભણકારા વાગી રહ્યા છે. પહેલા IPL2021 માટે હરાજી થઇ, બાદમાં IPLનું ટાઈમટેબલ પણ આવી ગયું. ત્યારે હવે તેની સ્પોન્સરશિપ (Sponsorship) પણ નક્કી કરાઈ ચુકી છે. વોલમાર્ટ(Walmart)ના સ્વામિત્વવાળી ડિજિટલ પેમેન્ટ એપ ફોનપે (PhonePe)એ IPL 2021 માટે 6 સ્પોન્સરશીપની ડીલ પર સાઈન કરી છે.

    ઉલ્લેખનીય છે કે, ફોનપે ઓફિશીયલ બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા ઉપરાંત કો-પ્રેઝેન્ટીંગ સ્પોન્સરશીપ ડિઝની હોટસ્ટાર સાથે સહયોગી સ્પોન્સરશીપ પણ છે. હાલ ફોનપે ચાર IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ, રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સને સ્પોન્સર કરી રહ્યું છે.



    સતત ત્રણ વર્ષથી IPLનું કો-સ્પોન્સર છે ફોનપે
    ફોનપે સતત ત્રણ વર્ષથી IPLને કો-સ્પોન્સર કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ, ફોનપેનું આઇપીએલ કેમપેન ટીવી, ડિજિટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલશે. કંપનીએ એમ પણ જણાવ્યું કે, તેઓ ડિસેમ્બર 2022 સુધીમાં 280 મિલિયન યુઝર્સ બેઝને 500 મિલિયન સુધી વિસ્તારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

    આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

    આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

    આ પણ વાંચોઃ-રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

    ઓફિશિયલ ટાયર પાર્ટનર હશે BKT ટાયર્સ
    આ ઉપરાંત ટાયર બનાવતી કંપની BKT ટાયર્સે(બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ) કહ્યું કે તેણે પણ IPLની આગામી સીઝન માટે 7 ટીમોને સ્પોન્સરશીપ માટે કરાર કર્યા છે. BKT ટાયર્સે જણાવ્યા મુજબ કંપની આગામી IPL સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેંજર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની અધિકારીક ટાયર પાર્ટનર હશે.



    IPL 2022થી 10 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ માટે BCCIએ 2021ના અંતિમ ચરણમાં મેં મહિનામાં હરાજી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, IPLની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે થશે, જેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર ટકરાશે.
    Published by:News18 Gujarati
    First published:March 19, 2021, 17:35 pm

    ટૉપ ન્યૂઝ