Video : ધોનીએ Big Bનું સુપર હીટ ગીત ગાયું, તમે સાંભળ્યું કે નહી?

News18 Gujarati
Updated: December 9, 2019, 4:15 PM IST
Video : ધોનીએ Big Bનું સુપર હીટ ગીત ગાયું, તમે સાંભળ્યું કે નહી?
તેઓ પોતાનાં મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે.

ક્યારેક તેઓ પોતાની રાઇડનો શોખ પુરો કરે છે તો ક્યારેક ટેનિસ રમે છે, તો ક્યારેક ગોલ્ફ પર હાથ અજમાવતા દેખાય છે.અત્યારે તેઓ ગાયક બની ગયા છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતનાં દિગ્ગજ વિકેટ કિપર - બૅટ્સમેન એમ.એસ. ધોની (M.S Dhoni) વર્લ્ડ કપ સેમીફાઇનલ પછી ક્રિકેટથી દૂર છે. વર્લ્ડ કપ બાદ એમ.એસ ધોની ટેરિટોરિયલ આર્મીની સાથે ટ્રેનિંગમાં ગયા હતાં. ત્યાંથી આવ્યાં બાદ તેઓ ક્રકેટ ટીમનો ભાગ નથી બન્યા. હાલ તેઓ પોતાનાં મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. ક્યારેક તેઓ પોતાની રાઇડનો શોખ પુરો કરે છે તો ક્યારેક ટેનિસ રમે છે, તો ક્યારેક ગોલ્ફ પર હાથ અજમાવતા દેખાય છે.અત્યારે તેઓ ગાયક બની ગયા છે. થોડા દિવસ પહેલા પણ તેઓ એક પાર્ટીમાં 'જબ કોઇ બાત બિગડ જાયે' ગીત ગાઇ રહ્યાં હતાં. આ વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. ત્યારે તેમનો બીજો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બિગ બીનું 'મેં પલ દો પલ કા શાયર' ગીત ગાતા દેખાઇ રહ્યાં છે.

એક કાર્યક્રમમાં ધોની 43 વર્ષ જૂનું ગીત ગાઇને વાહવાહી મેળવી રહ્યાં છે. ધોનીનો આ વીડિયો પણ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ ગીત સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કભી કભી'નું છે.

થોડા દિવસ પહેલા ધોનીએ પોતાના મિત્રો સાથેની એક પાર્ટીમાં જૂનું હિન્દી ગીત ગાયુ હતુ. 1990માં રિલીઝ થયેલી ફિલ્મ જુર્મનું 'જબ કોઇ બાત બિગડ જાયે' ગીત ગાયુ હતુ. ધોનીના આ વીડિયોને એક યૂઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યુ છે કે, 'સાવધાની: આ વીડિયોને પોતાના જોખમ પર જુઓ.... અત્યંત પ્રભાવશાળી શ્રીમાન માહી... @mahi7781. પ્લીઝ આ પૉસ્ટ કરવા માટે મને મારશો નહીં. પણ આ અવાજ શેર કરવી જરૂરી બનતી હતી. @sakshishing_r તમારો પણ જલ્દીથી આવી રહ્યો છે.' ધોનીના આ સિંગિંગ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.




આ પણ વાંચો : OMG:પાર્ક કરેલી કારમાં રાતોરાત નીકળ્યું કદાવર ઝાડ, આ છે Viral videoનું સત્ય
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर