ત્રીજી વન-ડેઃ શું ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચવામાં સફળ થશે કોહલી બ્રિગેડ?

News18 Gujarati
Updated: January 18, 2019, 7:36 AM IST
ત્રીજી વન-ડેઃ શું ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચવામાં સફળ થશે કોહલી બ્રિગેડ?

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે શુક્રવારે ત્રીજી વન ડે ક્રેકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં ઉતરશે તો તેમનું લક્ષ્ય ટેસ્ટ બાદ વન ડે સીરીઝ જીતવાનો હશે, આ જીતથી ભારતીય ટીમ ઇતિહાસ રચી શકે છે. ત્રણ મેચની સીરીઝમાં હાલ બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં પ્રથમ વન ડે 34 રનથી અને ભારતે એડીલેડમાં બીજી મેચ છ વિકેટે જીતી હતી.

અહીં ક્લિક કરી વાંચો ક્યારેક જીવતો હતો હાર્દિક બિન્દાસ લાઈફ, હવે નથી નીકળી રહ્યો ઘરની બહાર

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન જમીન પર ક્યારેય દ્વિપક્ષીય વન ડે સીરીઝ નથી જીતી, આ ફોર્મેટમાં તેણે ઓસ્ટ્રેલિયામાં 1985માં વિશ્વ ચેમ્પિયનશિપ અને 2008માં સીબી સીરીઝ જીતી હતી. અગાઉ ભારતને 2016માં ઓસ્ટ્રેલિયાએ અહીં વન ડે સીરીઝમાં 4-1થી હરાવ્યું હતું.

શું થશે ફેરફાર ?

ભારતની એકમાત્ર ચિંતા પાંચમાં બોલરના વિકલ્પની હશે, સીરીઝમાં અત્યારસુધી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી પ્રભાવી રહ્યાં છે, જ્યારે સ્પિનર કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ વચ્ચેની ઓવરમાં મોર્ચા સંભાળ્યો હતો.

 


હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતે સિડની અને એડીલેડમાં પાંચમાં વિકલ્પ તરીકે ઝડપી બોલર ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજને અજમાવ્યા પરંતુ તેઓએ 55 અને 76 રન આપી મોંઘા સાબિત થયા. જો કે પાંચમાં બોલર તરીકે હરફનમૌલા વિજય શંકર અને લેગ સ્પિનર યઝૂવેન્દ્ર ચહલ વિકલ્પ હોઇ શકે છે, બંનેએ એમસીજી પર પરસેવો પાડ્યો હતો.

શંકર એક બેસ્ટમેનની ભૂમિકા પણ નિભાવી શકે છે, પરંતુ જોવાનું રહ્યું કે વન ડે ક્રિકેટમાં ડેબ્યૂની સાથે શું ટીમ મેનેજમેન્ટ તેને 10 ઓવર આપવાનો ભરોસો કરી શકે છે ?/ સિરાજ તેમાં નિષ્ફળ રહ્યાં અને કેપ્ટન કોહલી અસમંજસમાં હતા કે તેને સ્પેલની અંતિમ ત્રણ ઓવર આપવી કે કેમ, ભારત જો બે બોલર અને ત્રણ સ્પિનરોને લઇને ઉતરે છે તો ચહલ વિકલ્પ બની શકે છે.
First published: January 17, 2019
વધુ વાંચો
अगली ख़बर