ફૂટબોલ ફીવરઃ ધોની અને કોહલીની ટીમ વચ્ચે યોજાઇ મેચ, કોણ જીત્યું ?

News18 Gujarati
Updated: June 30, 2018, 12:11 PM IST
ફૂટબોલ ફીવરઃ ધોની અને કોહલીની ટીમ વચ્ચે યોજાઇ મેચ, કોણ જીત્યું ?

  • Share this:
દુનિયાભરમાં હાલા ફૂટબોલ ફિવર જોવા મળી રહ્યો છે, એવામાં ટીમ ઇન્ડિયા કેમ પાછળ રહે, આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝ દરમિયાન ભારતીય ક્રિકેટરો વચ્ચે ફૂટબોલ મેચ રમાઇ હતી. આ મેચ નેટ સેશનમાં પ્રેક્ટિસના ભાગરૂપે રમાઇ હતી, ક્રિકેટરોની બે ટીમ બનાવવામાં આવી જેમાં એક ટીમ હતી કોહલીની જ્યારે એક ટીમ હતી ધોનીની.

ટીમ ઇન્ડિયાને બે ટીમમાં ભાગલા કરવામાં આવ્યા હતા. એક તરફ હાલના કેપ્ટન અને બીજી બાજુ પૂર્વ કેપ્ટન વચ્ચે ટક્કર થઇ હતી. આ ફૂટબોલ મેચમાં દિનેશ કાર્તિક કોમેન્ટ્રી કરતાં નજર આવ્યા હતા. આ મેચ વિરાટ કોહલીની ટીમે 4.2થી જીતી લીધી હતી.

 
બીસીસીઆઇએ પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો જાહેર કર્યો છે, આ વીડિયોમાં દિનેશ કાર્તિક એન્કરની ભૂમિકામાં જોવા મળ્યો હતો, જે એકપછી એક ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. કાર્તિકે ધવન અંગે જણાવતા કહ્યું કે તેઓ આજે ઓફ પર છે અને મેચનો ભરપૂર આનંદ લઇ રહ્યાં છે.

 તો બીજી બાજુ ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ફૂટબોલની જગ્યાએ બોલિંગની પ્રેક્ટિસ કરતાં નજર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વીડિયો સીરિઝ શરૂ થયા પહેલાનો છે, જને બીસીસીઆઇએ ટ્વીટ કર્યો હતો.
First published: June 30, 2018, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading