IND vs SA : ભારતે 203 રનથી દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી

બૉલરો ઢળક્યા ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય

રવિન્દ્ર જાડેજાએ એક ઑવરમાં ત્રણ વિકેટ લીધી, અશ્વિન સૌથી ઝડપી 350 વિકેટ લેનાર બોલર્સની સૂચિમાં મુરલીધરન (66 ટેસ્ટ) સાથે પ્રથમ સ્થાને

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ  (India V/s South Africa)ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં (First Test) વિશખાપટ્ટનમ (vishakha Pattnam) ખાતે ભારતે 203થી પ્રથમ ટેસ્ટમાં ભવ્ય જીત મેળવી છે.  (Won) આ સાથે ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ5, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ શમીએ 3 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે.

  આફ્રિકા સામે બીજી ઇનિંગમાં 27મી ઑવરમાં રવિન્દ્ર જાડેજાની (Ravindra jadeja) ત્રણ વિકેટની મદદથી ભારત મૅચમાં જીતની નજીક પહોંચી ગયું હતું. જાડેજાએ દ. આફ્રિકાની ઇનિંગ્સની 27મી ઑવરના પહેલા, ચોથા અને પાંચમા બૉલે વિકેટ લીધી હતી. તેણે પ્રથમ બોલે 39 રને રમતાં એડન માર્કરામનો અદભૂત કેચ કર્યો હતો. તે પછી ચોથા બોલે ફિલેન્ડર અને પાંચમા બૉલે મહારાજને એલ.બી.ડબ્લ્યુ કર્યો હતો. 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 8 વિકેટ પડી ત્યાં સુધી 100 રન પણ નોંધાવી શક્યું નહોતું.

  ભારત તરફથી બીજી ઇનિગંમાં રવિન્દ્ર જાડેજાએ 4, મોહમ્મદ શમીએ 3 અને અશ્વિને 1 વિકેટ અત્યારસુધી લીધી છે. ગઈકાલે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. ભારતે પ્રથમ દાવમાં 71 રનની લીડ મેળવ્યા પછી બીજા દાવમાં 304 રનના સ્કૉરે દાવ ડિક્લેર કર્યો હતો. રોહિત શર્મા ઑપનર તરીકેની પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બૅટ્સમેન બન્યો છે. તેણે બીજી ઇનિંગ્સમાં 127 રન કર્યા હતા, જ્યારે ચેતેશ્વર પુજારા 81 રન ફટકાર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની પોણી ટીમ 100 રનનો કુલ સ્કૉર નોંધાવ્યા પહેલાં પૅવિલિયન ભેગાં થઈ ગયા હતા.

  આ પણ વાંચો :  બેંગકોક નહીં કમ્બોડિયામાં છે રાહુલ ગાંધી, મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણી પહેલા પાંચ દિવસ સુધી ધ્યાન કરશે

  અશ્વિનનો વિક્રમ
  આ ટેસ્ટમૅચમાં સ્પીનર રવિચંદ્રન અશ્વિને અનોખો વિક્રમ સર્જ્યો છે. અશ્વિમ ટેસ્ટમૅચમાં સૌથી ઝડપી 350 વિકેટ ઝડપનારો બીજો બૉલર બની ગયો છે. અશ્વિને 66 ટેસ્ટમાં 350 વિકેટ ઝડપી છે. અગાઉ આ વિક્રમ સ્પીનના જાદૂગર ગણાતાં મુથ્થૈયા મુરલીધરનના નામે હતો.

  જાડેજાની સિદ્ધિ
  વિશાખાપટ્ટનમ ખાતેની મૅચમાં રવીન્દ્ર જાડેજાએ તેમની ટેસ્ટ કરિયરની 200મી વિકેટ મેળવી હતી. જાડેજા સૌથી ઝડપથી આ સિદ્ધિ મેળવનારો લેફ્ટ હૅન્ડેડ બૉલર છે. ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટની સિદ્ધિ મેળવનારા તેઓ 10મા ભારતીય બૉલર બન્યો છે. જાડેજાએ આ સિદ્ધિ 44 મૅચમાં મેળવી છે જે સૌથી ઝડપી છે. આ અગાઉ હેરાથે 47 ટેસ્ટ મૅચમાં 200 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, જાડેજાએ વન-ડે ક્રિકેટમાં 156 મૅચમાં 178 વિકેટ ઝડપી છે અને ટી-20માં 44 મૅચમાં 33 વિકેટ ઝડપી છે.
  Published by:Jay Mishra
  First published: