Home /News /cricket /

INDvsENG: ભારતને જીત મળી પણ શું ગુરુવારની મેચમાં થર્ડ એમ્પાયરની આ ભૂલ થઈ? ચાહકોમાં ચર્ચા 

INDvsENG: ભારતને જીત મળી પણ શું ગુરુવારની મેચમાં થર્ડ એમ્પાયરની આ ભૂલ થઈ? ચાહકોમાં ચર્ચા 

મેચ દરમિયાનની તસવીર

ભારતનું જમા પાસું એ રહ્યું કે પહેલી બેટિંગ કરનારી ટીમ પણ જીતી શકે છે. અગાઉ ની ટીમ 3 મેચ એવું થયું કે કે પહેલી બેટિંગ કરનારી ટીમ ગમે તેટલા સ્કોર કરે ઓછા કરે કે  વધારે કરે પરંતુ બીજી ટીમ છે તે સ્કોર ચેઝ કરી લેતી હતી.

અમદાવાદઃ ટી-20 સિરીઝની (T-20 series) ચોથી મેચમાં ભારતની ટીમે જે રીતે ઇંગ્લેન્ડ (India vs England) પછાડ્યું તેને કારણે ભારતે ફરી એક વાર ટવેન્ટી ટવેન્ટીમાં પોતાનો દબદબો જાહેર કર્યો છે. પરંતુ આ મેચમાં ઘણાં પાસાંઓ મહત્વનાં રહ્યા તો ઘણાં પ્લેયર્સ પણ. જાણીતા ક્રિકેટ નિષ્ણાંત તુષાર ત્રિવેદીના (Cricket expert Tushar Trivedi) મતે ભારતનું જમા પાસું એ રહ્યું કે પહેલી બેટિંગ (Batting) કરનારી ટીમ પણ જીતી શકે છે. અગાઉ ની ટીમ 3 મેચ એવું થયું કે કે પહેલી બેટિંગ કરનારી ટીમ ગમે તેટલા સ્કોર કરે ઓછા કરે કે  વધારે કરે પરંતુ બીજી ટીમ છે તે સ્કોર ચેઝ કરી લેતી હતી.

ગઈકાલે ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી ત્યારે વિરાટ કોહલીએ એમ કહ્યું હતું કે  હું પણ ઈચ્છતો હતો કે  પેહલા બેટિંગ કરવી છે કારણ કે મારે એ જોવું છે કે  મારી ટીમ પહેલા બેટિંગ કરીને  સ્કોર ને ડીફેન્ડ કરવામાં સક્ષમ રહે છે કે નહિ. ગઈકાલે ભારત 185 રનનો સ્કોર કર્યો 185નો સ્કોર ખૂબ જ સારો સ્કોર કહેવાય અને ડીફેન્ડેબલ છે તેમ છતાં ઇંગ્લેન્ડ એ લડત આપી છેલ્લે ઇંગ્લેન્ડ 8 રન થી મેચ હારી ગઈ  એ જોતાં લાગે કે મેચ રોમાંચક હતી. ભારતનું પર્ફોર્મન્સ ખૂબ જ સારું હતું જેમાં સૂર્ય કુમાર યાદવનો એકકો હતો.

જેને પહેલી મેચ માં બેટિંગ કરવાની તક નહોતી મળી. એ મેચ ઈશાન કિશન એ સૂર્યકૂમાર સાથે ડેબ્યુ કર્યુ હતું. ગઈ કાલે જે મેચ રહી એ મેચમાં સૂર્ય કુમાર યાદવે એની કેરિયર ની પહેલી ઇનિગ્સ રમી. પહેલી ઇનિગ્સ માં પહેલાં જ બોલે સિક્સર ફટકારી અને  પોતાના આગમનનો સંકેત આપી દીધો ત્યાર બાદ તેને ખૂબ જ સારી બેટિંગ કરીને હાફ સેન્ચ્યુરી ફટકારી પ્રશંસનીય બાબત ભારતીય બોલર્સ પણ રહ્યા. ભુવનેશ કુમાર ભુવનેશ્વર કુમાર હાર્દિક પંડ્યા શાદૂલ ઠાકોર તો હીરો બની ગયો આ તમામ બોલરે ૧૮૫નો જે સ્કોર હતો તેનું રક્ષણ કરવા માટે બોલિંગ કરી તે પ્રશંસનીય બાબત છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

રોહિત શર્માની કમાલ
મેચના પહેલાં જ બોલે સિક્સર ફટકારી રોહિત શર્મા એ ગઈકાલે કમાલ કરી નાંખી ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 17મી ઓવર ચાલુ થઈ ત્યાં સુધી ઇંગ્લેન્ડ જીત ની દિશામાં હતું અને એવું લાગતું હતું કે ટાર્ગેટ ચેઝ થઈ જશે. એ વખતે વિરાટ કોહલી કોઈ કારણસર ગ્રાઉન્ડ ની બહાર ગયો અને કપ્તાની રોહિત શર્મા ને આપતો ગયો. રોહિત શર્મા આઇપી એલ મુંબઈ ની ટીમ ને ઘણી વાર ચેમ્પિયન કેપ્ટનને ઘણી બધી વાર મુંબઈની ટીમને ચેમ્પિયન બનાવી છે રોહિત શર્મા બોલિંગમાં ચેન્જ કર્યો અને શારદા ઠાકોરને બોલિંગ આપી શાર્દુલ પણ મુંબઈનો અને રોહિત પણ મુંબઈનો. શાર્દુલ ઠાકુર એ ઓવર માં 2 ખતરનાક બેટ્સમેન મોઈન વર્ગને ben stokes બન્નેની ઉપરાઉપરી બે બોલમાં બે વિકેટ લીધી. બાજી પલટાઈ ગઈ અને ઇંગ્લેન્ડ ધીમું પડી ગયું..અને રોહિત ની  કમાલ મહત્વની રહી

 ભારત ના જીત ના પરિબળો માટે, કયા બે પ્લેયર કમાલ કરી નાંખી?
સુર્યકુમાર યાદવ અને શાર્દુલ ઠાકુર. આ બંને પ્લેયરનું પર્ફોમન્સ કાબેલેતારીફ રહ્યું હતું. ભારતને વિજય અપાવવા માટ આ બંને આધારસ્તંભ રહ્યા હતા. સુર્યકુમારને મેચ ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.vચાર મેચમાં ભારતનું પર્ફોમન્સ કેવું રહ્યું   ?ભારતે જ્યારે જ્યારે મેચની શરુઆત કરી છે ત્યારથી તેની શરુઆત નબળી રહી છે. ઈતિહાસ ગવાહ છે કે ભારતના પહેલાં 3 બેટ્સમેન ટોપ સ્કોર કરી શક્યા નથી. ત્યાં સુધી કે 50 રન પણ કરી શક્યા નથી. અગાઉની 3 મેચમાં અને આજની મેચમાં જે તફાવત જોવા મળ્યો તેમાં એવી છાપ પડી ગઈ હતી કે પહેલાં  બેટિંગ કરનારી ટીમે બીજી ટીમે કોઈ સ્કોર હોય તે ડિફેન્ડ  કરવાનો હોય.

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

આ પણ વાંચોઃ-રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

અત્યાર સુધી એ જ ચીલો પડ્યો હતો કે  ટોસ જીતીને પહેલાં બોલિંગ કરી લો અને પછી જે સ્કોર આવે તે સ્કોર ચેઝ કરી લો.. ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદીના મતે ગઈકાલે એક બે બેટ્સમેન અને એક બે  બોલર્સ નિષ્ફળ ગયા હતા. પરંતુ બાકીનાં પ્લેયર્સે કમાલ કરી જેમ કે  વોશિગ્ટન સુંદર એ સારુ પર્ફોમન્સ આપ્યું.. આ સિવાય ભારતે બેટિંગ બોલીગ અને ફિલ્ડિંગમાં કમાલ કરી નાંખી જયારે રોહિત શર્માએ જે કેચ કર્યો છે તે અદભૂત કેચ હતો. સુર્યકુમાર યાદવ અને શાર્દુલનું પર્ફોમન્સ સારુ રહ્યું પરંતુ ઓવરઓલ ટીમ વર્ક રહ્યું..

સોફ્ટ સિગ્નલની ખૂબ જ ચર્ચા થઈ 
જાણીતા ક્રિકેટર તુષાર ત્રિવેદીના કહેવા પ્રમાણે મેચમાં  સોફ્ટ સિગ્નલ ની ખૂબ જ ચર્ચા થઈ. ગ્રાઉન્ડ ઉપર ના એમ્પાયર એ જે  ડીસીઝન લીધું હોય તેને સોફ્ટ સિગ્નલ કહેવાય. ગ્રાઉન્ડ એમ્પાયર એટલે કે ઓન ફિલ્ડ એમ્પાયર સૂર્ય કુમાર યાદવને out આપી દીધો પણ પછી તેણે થર્ડ અમ્પાયર ને રીફર કર્યું અને કહ્યું કે રીપ્લાય જોઈને નક્કી કરો કે મેં આઉટ આપ્યો છે તે બરાબર છે કે કેમ ? થર્ડ અમ્પાયરે વારંવાર રિપ્લે જોયુ.

અલગ અલગ એંગલથી પણ રિપ્લે જોયા અને ત્યારબાદ દાવો કર્યો કે હું કોઈ ડીસિઝન પર આવ્યો નથી.. થર્ડ એમ્પાયર માટે ડી આર એસ નો નિયમ છે એવું કહે છે કે જ્યારે ટીવી એમ્પાયર કોઈ કન્ફ્યુઝન પર ન આવે ત્યારે સોફ્ટ સિગ્નલ માન્ય રાખવું. આવી પરિસ્થિતીમાં મેદાન એમ્પાયરને ઓવર ટર્ન ન કરી શકે..નિયમ પ્રમાણે થર્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ કહ્યું કે હું કોઈ ડિસિઝન પર નથી. મને આમાં ખયાલ નથી આવતો. પણ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે નોટ આઉટ છે.

વાસ્તવમાં  ડેવિડ મલાને જે કેચ કર્યો તે ચર્ચાનું વિષય બની ગયો છે. આ કેચ સમયે તેનો હાથ જમીનને સ્પર્શી ગયો હતો પણ ગ્રાઉન્ડ એમ્પાયરે આઉટ આપી દીધો જે બાદ તેમણે  થર્ડ એમ્પાયરને રિફર કરવા માટે અપીલ કરી જે બાદ  રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે ડેવિડ મલાનનો કેચ જમીનને ટચ  થઈ ગયો હતો.. આ વિકેટ સુર્યકુમાર યાદવની હતી જેણે 50 થી 55 રન બનાવ્યા હતા આવી પરિસ્થિતીમાં જો આ વિકેટ ના થઈ હોત તો ભારતનો સ્કોર  200 પ્લસ હતો.આ રીતે ભારતને બીજુ નુકશાન આદિલ રસીદના કેચમાં હતું જેમાં આદિલ રસીદે બ્રાઉન્ડી પર કેચ કર્યો તેમાં ભારતને સિક્સર મળવી જોઈતી હતી, જે ભારતને ન મળી. .ગઈકાલના આ બંને નિર્ણય ડાઉટફુલ હતા. રિપ્લે જોઈને સામાન્ય પબ્લિકને પણ ખ્યાલ આવતો હતો  જો કે ભારત જીતી ગયું એટલે ખ્યાલ નથી આવ્યો પરંતુ જો ભારત હારી ગયું હોત આ બંને કારણસર મહત્વના રહ્યા હોય જેને કારણે ભારત  સિરિઝ હાર્યુ  હોત. આવા કેસમાં સામાન્ય રીતે બીસીસીઆઈ એમ્પાયરને માર્કિગ કરતું હોય છે જેમાં એમ્પાયર ડિગ્રેડ થઈ શકે છે. બીસીસીઆઈ અથવા ઈન્ટરનેશનલ મેચથી દૂર થઈને ડોમેસ્ટિક મેચ રમી શકે છે.
Published by:ankit patel
First published:

Tags: IndVsEng, T-20 match

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन