સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, બે નવા ચહેરાઓની એન્ટ્રી

News18 Gujarati
Updated: January 10, 2018, 8:42 PM IST
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, બે નવા ચહેરાઓની એન્ટ્રી

  • Share this:
ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે વનડે મેચોની 16 સભ્યોવાળી મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. ચંદીગઢની રહેવાસી 20 વર્ષિય તાનિયા ભાટિયાને પસંદગીકારોએ વિકેટકિપર સુષમા વર્મા સાથે અન્ય વિકેટકિપરના રૂપમાં પહેલી વખત ભારતીય મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી છે. ટીમની કમાન એકવાર ફરીથી દિગ્ગજ ખેલાડી મિતાલી રાજના હાથમાં હશે.

તાનિયા ઉપરાંત મુંબઈની રેહવાસી 17 વર્ષિય જેમિમાહ રોડ્રિગ્સને પણ ટીમમાં પહેલી વાર જગ્યા મળી છે. રોડ્રિગ્સે હાલમાં જ આંતરાજ્ય મહિલા અંડર 19 વનડેમાં મુંબઈ માટે 202 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. મહિલા ક્રિકેટમાં તે બીજી એવી ખેલાડી બની જેને અંડર-19માં બેવડી સદી ફટકારી છે. તેના પહેલા આ કારનામું વર્તમાન ભારતીય ટીમની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ કર્યો હતો.

ભારતીય ટીમ ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. સિરીઝની પહેલી મેચ 5 અને બીજી 7 અને ત્રીજી મેચ 10 ફેબ્રુઆરીએ થશે. ત્યાર બાદ પાંચ ટી-20 મેચોની સિરીઝ પણ રમવામાં આવશે, જે ટીમની જાહેરાત પાછળથી કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ-

મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, સુષ્મા વર્મા (વિકેટકિપર), એકતા બિષ્ટ, સ્મૃતિ મંધાના, પૂનમ યાદવ, પૂનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, જેમિમાહ રોડ્રિગ્સ, ઝૂલન ગોસ્વામી, દિપ્તી શર્મા, શિખા પાંડે, મોના મેશ્રમ, પૂજા વસ્ત્રાકર, વેદા કૃષ્ણામૂર્તિ અને તાનિયા ભાટિયા

 
First published: January 10, 2018, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading