Home /News /cricket /

INDvSA : ભારતીય ટીમને પ્રથમ જીત પર શાહથી લઈને મમતાએ આપી શુભેચ્છા

INDvSA : ભારતીય ટીમને પ્રથમ જીત પર શાહથી લઈને મમતાએ આપી શુભેચ્છા

ભારતની જીતમાં રોહિતનું ખૂબ યોગદાન રહ્યું હતું.

આ પ્રસંગે રાજનાથસિંઘે ભારતીય ટીમને શુભેચ્છા આપતા ટ્વિટર પર લખ્યું કે, "સારી શરૂઆતનો મતલબ થાય કે તમે અડધી મુસાફરી પૂરી કરી લીધી છે!

    વર્લ્ડ કપ 2019માં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. સાઉથેમ્પ્ટન ખાતે ભારતને દક્ષિણ આફ્રિકાને છ વિકેટે હરાવી દીધું છે. ભારતે દક્ષિણ આફ્રિકાએ આપેલા 228 રનનો ટાર્ગેટ 47.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 122 રન બનાવ્યા હતા. પ્રથમ જીત બાદ ભારતીય ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. આ લોકોમાં પૂર્વ ક્રિકેટરો અને એક્ટરો સામેલ છે. ખાસ તો રાજનેતાઓએ પણ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

    દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ટીમ માટે ટ્વિટર પર લખ્યું કે, "ટીમ ઇન્ડિયા બહુ સારી રમત રમી. રોહિત શર્મા ખૂબ સારી સદી ફટકારી." તેની સાથે જ તેમણે કેપ્ટન વિરાટ કોહલી અને આખી ટીમને 2019ના ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની જીત માટે શુભેચ્છા પાઠવી હતી.

    આ પ્રસંગે રાજનાથસિંઘે ભારતીય ટીમને શુભેચ્છા આપતા ટ્વિટર પર લખ્યું કે, "સારી શરૂઆતનો મતલબ થાય કે તમે અડધી મુસાફરી પૂરી કરી લીધી છે! ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત માટે શુભેચ્છા."

    ભારતના પર્યાવરણ તેમજ સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ભારતીય ટીમને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિરાટ કોહલીના નેતૃત્વમાં બાકી રહેલી મેચમાં પણ સારું પ્રદર્શન કરવા માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી.

    ભારતીય ટીમને શુભેચ્છા આપનાર લોકોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ છે. તેમણે રોહિત શર્માની શાનદાર સદીની પ્રશંસા કરી હતી.

    રાજસ્થઆનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ભારતીય ટીમને પ્રથમ જીત માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, "ટીમ ઈન્ડિયાને ખૂબ શુભેચ્છા, અમને તમારા પર ગર્વ છે."

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટર પર લખ્યું કે, "વર્લ્ડ કપની પ્રથમ મેચ જીતવા બદલ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા. આવી રીતે જીતતા રહો."

    પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે રોહિત શર્માને શાબાશી આપી હતી. આ ઉપરાંત સેહવાગે ટ્વિટર પર લખ્યું કે, "બુમરાહ અને ચહલ સતત દબાણ બનાવી રાખો. વર્લ્ડ કપની શરૂઆત કરવા માટે શાનદાર જીત."

    અનિલ કપૂરે લખ્યું કે, "ટીમ ઇન્ડિયાને શાનદાર જીત માટે શુભેચ્છા. રોહિત શર્માની આ શાનદાર સદી હતી."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, IND Vs SA, અમિત શાહ, મમતા બેનરજી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन