શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 4 વિકેટે 165 રન બનાવી લીધા છે. ચાંદીમલ (13) અને ડિકવેલા (14) રને રમતમાં છે. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગમાં 172 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. બેડ લાઇટને કારણે મેચને સમય કરતાં વહેલા બંધ કરી દેવામાં આવી હતી. શ્રીલંકા હજુ ભારતથી 7 રન પાછળ છે.
શ્રીલંકા તરફથી મેથ્યૂઝ અને માહિરૂએ શાનદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને પ્રેશરમાં લાવી દીધી છે. મેથ્યૂઝ 52 અને માહિરૂ 51 રન બનાવીને આઉટ થયા હતા. બેનેની વિકેટ ઉમેશ યાદવે લીધી હતી.
લાહિરૂએ 86 બોલમાં 8 ફોરની મદદથી પોતાની અર્ધશતક પૂરી કરી હતી. એન્જોલો મેથ્યૂઝ પણ તેને સારી રીતે સાથ આપી રહ્યો હતો. આ દરમિયાન તેમને બંનેએ 90 રનની પાર્ટનરશીપ કરી લીધી હતી. મેથ્યૂઝ 40 રન બનાવીને રમી રહ્યો છે.
ભૂવનેશ્વરકુમારે પાંચમી ઓવરમાં કરૂણારત્નને (8 રન) LBW કરાવીનએ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. જ્યારે સદિરા સામરાવિકરમાને 23 રને સાહાના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો.
શ્રીલંકા વિરૂદ્ધ ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલ પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ શનિવારે પાંચ વિકેટ પર 74 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્રીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાની વિકેટો પડવાનો સિલસિલો ચાલું રહ્યો હતો અને 59.3 ઓવરમાં 172 રને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
મેચના બે દિવસ વરસાદના કારણે ખુબ જ પ્રભાવિત રહ્યાં હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધારે રન બનાવતા ચેતેશ્વર પૂજારાએ પોતાની અર્ધશતક (52) પૂરી કરી હતી. જ્યારે વિકેટકિપર રિદ્ધિમાન સાહાએ 29 રન બનાવ્યા હતા.
પુજારાએ સાહા સાથે 26 રનોની ભાગીદારી કરી હતી. પુજારાના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ સાહાનો સારો એવો સાથ આપ્યો હતો. આ બંનેએ ભારતનો સ્કોર 100 રનના આંકડાને પાર પહોંચાડ્યો હતો. જાડેજા 22 રન બનાવીને પરેરાની ઓવરમાં LBW આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 127 રન હતો. જાડેજાના આઉટ થયા બાદ એકપણ રન બન્યો નહતો અને સાહા પણ આઉટ થઈ ગયો હતો. બંને વિકેટ 52મી ઓવરમાં પડી હતી.
ભુવનેશ્વર કુમાર 13 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મોહમ્મદ શમીએ 24 રનનું યોગદાન આપ્યું હતું અને ઉમેશ યાદવ 6 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે વિરાટ અને લોકેશ રાહુલ ખાતું પણ ખોલાવી શક્યા નહતા. રહાણે અને અશ્વિન 4-4 રન બનાવીને આઉટ થયા હતા. તે ઉપરાંત શિખર ધવન 8 રન બનાવીને આઉટ થયો હતો. આમ ટીમ ઈન્ડિયા 172 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.