ટીમ ઈન્ડિયાએ લંકાને 3-0થી વ્હાઈટવોશ કરીને T20 શ્રેણી પર કર્યો કબ્જો

ટીમ ઈન્ડિયાએ લંકાને 3-0થી વ્હાઈટવોશ કરીને T20 શ્રેણી પર કર્યો કબ્જો

 • Share this:
  શ્રીલંકાએ આપેલા 136 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 19.2 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી લીધી હતી. દિનેશ કાર્તિક 18 અને ધોની 16  રન બનાવીને અણનમ રહ્યાં હતા.  આ પહેલા રોહિત શર્માએ 27, મનીષ પાંડે 32 અને શ્રેય્યસ અય્યરે 30 રનની ઈનિંગ રમી હતી. જ્યારે શ્રીલંકા તરફથી અસેલા ગુનારત્નેએ 36 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જયદેવ ઉનાડકટે 2 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ મેળવી હતી.

  આમ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 3-0થી માત આપીને વધુ એક રેકોર્ડ પોતાના નામે બનાવી નાંખ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ એકપણ વાર ઘર આગણે કોઈ ટીમને 3થી વધુ મેચની સિરીઝમાં વ્હાઈટવોશ કરી નથી. આમ શ્રીલંકાને ત્રણેય મેચમાં માત આપીને ભારતીય ટીમે પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી નાંખ્યો છે.  આ સાથે જ ભારતીય ટીમે વર્ષમાં સૌથી વધુ ટી-20 મેચ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવી લીધો છે. ભારતીય ટીમે આ વર્ષે નવમી ટી-20 મેચ જીતી હતી. ભારતે 2017માં સૌથી વધુ જીત મામલે પાકિસ્તાનની (8 જીત) ટીમને પાછળ છોડી હતી. ટીમ ઇન્ડિયા આ વર્ષે ટેસ્ટ (7 જીત) અને વન-ડે (21 જીત) ફોર્મેટમાં પહેલેથી જ સૌથી વધુ મેચ જીતનારી ટીમ છે.

  ટીમ ઇન્ડિયાએ કટકમાં સીરીઝની પહેલી મેચ 93 રનથી જીતી હતી. જ્યારે ઇંદોરમાં બીજી મેચમાં 88 રનથી જીત નોંધાવી હતી. વિદેશની ધરતી પર ભારત એક વખત 3-0થી ટી-20 સીરીઝ જીતી ચૂક્યું છે. જાન્યુઆરી 2016માં ભારતે ઓસ્ટ્રેલિયાને વ્હાઈટવોશ કરતાં 3-0થી હરાવ્યું હતું.

  કાર્તિકે સિક્સ લગાવીને મેચ સરળ બનાવી, ધોનીએ વિનિંગ શોર્ટ ફટકાર્યો

  લાઈવ કોમેન્ટ્રી

  19મી ઓવરના 5માં બોલ સુધી મેચ રોમાંચક બની ગઈ હતી. પંરતુ અંતિમ બોલમાં દિનેશ કાર્તિકે મેચને ટીમ ઈન્ડિયા તરફી બનાવી દીધી હતી. ઈન્ડિયાને અંતિમ ઓવરમાં જીત માટે માત્ર 03 રનની જરૂરત હતી.

  અઢાર ઓવર બાદ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 15 રનની જરૂરત છે. આ દરમિયાન ધોની અને દિનેશ કાર્તિક રમતમાં છે.

  16મી ઓવરના પહેલા જ બોલે ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો લાગ્યો હતો. ચમીરાએ મનીષ પાંડેને 32 રને ક્લિન બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને ખરા સમયે ફટકો આપ્યો હતો. અહીથી ટીમ ઈન્ડિયાને જીતવા માટે 23 બોલમાં 28 રનની જરૂરત હતી.

  જયદેવ ઉનાડકટ બન્યો મેન ઓફ ધ સિરીઝ

  15 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 99  રન બનાવી લીધા હતા. પંદરમી ઓવરની અંતિમ બોલે હાર્દિક પંડ્યા 04 રન બનાવીને  વિકેટકિપરના હાથમાં કેચ આપી બેઠો હતો. હાર્દિક પંડ્યાની જગ્યા લેવા માટે દિનેશ કાર્તિક મેદાનમાં ઉતર્યો હતો. અહીથી ટીમ ઈન્ડિયાને જીત માટે 30 બોલમાં 37 રનની જરૂરત હતી.

  શ્રેયસ અય્યરના રૂપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો લાગ્યો હતો. અકિલા ધનંજયની 14મી ઓવરમાં આઉટ થયો હતો. શ્રેયરે અય્યર 32 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. મનીષ પાંડેનો સ્ટેટ શોર્ટ બોલરના હાથે અડીને સ્ટમ્પ પર અથડાયો હતો ત્યારે શ્રેયસ ક્રિઝથી બહાર હતો. આમ મનીષના સ્ટેટ શોર્ટનો ભોગ બની ગયો હતો.

  દસ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 5.6ની એવરેજથી માત્ર 56 રન જ બનાવ્યા હતા. દસ ઓવર સુધીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શ્રીલંકન બોલર સામે રન માટે સંઘર્ષ કરતાં નજરે પડ્યા હતા. દસ ઓવરના અંતે ભારતે 2 વિકેટના નુકશાને 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રેયસ અય્યર 15 અને મનીષ પાંડે 04 રન બનાવીને સંઘર્ષ કરતાં નજરે પડ્યા હતા. આ પહેલા રોહિત 27 રને આઉટ થઈ ગયો હતો.

  સાતમી ઓવરમાં રોહિત શર્મા શંકાની ઓવરમાં 27 રન બનાવીને સિક્સ મારવાના ચક્કરમાં કૌશલ પરેરાના હાથમાં કેચ આપી બેઠો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાને બીજો મોટો ફટકો લાગ્યો હતો.

  પાંચ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને 26 રન બનાવી લીધા હતા. તે દરમિયાન રોહિત શર્મા 17 અને શ્રેયસ 04 રન બનાવીને રમી રહ્યાં હતા. જ્યારે લોકેશ 04 રન બનાવીને આઉટ થયો હતો.

  ચોથી ઓવરમાં ટીમ ઈન્ડિયાને લોકેશ રાહુલના રૂપમાં  પહેલો  ફટકો લાગ્યો હતો. ચમીરાની ઓવરમાં રાહુલ 04 રન બનાવીને લેગબીફોર આઉટ થઈ ગયો હતો.

  ધનંજ્યાની ત્રીજી ઓવરમાં હિટેમેને એક ફોર અને 1 સિક્સ ફટકારીને આક્રમક બેટિંગની શરૂઆત કરી હતી. આ પહેલા લોકેશ રાહુલ અને રોહિતે બે ઓવરમાં માત્ર ચાર રન જ બનાવ્યા હતા.

  ભારત વિરૂદ્ધ ત્રીજી ટી-20 મેચમાં શ્રીલંકાએ રમતની શરૂઆત કરી દીધી છે. શ્રીલંકાએ 7 વિકેટના નુકશાને  20  ઓવરમાં 135  રનબનાવ્યા છે.  દાસુન શંકા 29 અને અકિલા ધનંજય 11 રન બનાવીને અણનમ રહ્યાં હતા.

  ભારત તરફથી બોલરોએ શાનદાર બોલિંગ કરતાં શ્રીલંકન ટીમને મોટો સ્કોર કરતાં રોકી રાંખી હતી. હાર્દિક પંડ્યા અને જયદેવ ઉનડકટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે કૂલદીપ-વોશિંગ્ટન અને સિરાજને એક-એક વિકેટ મળી હતી.  જોકે, મોહમ્મદ સિરાજે સૌથી વધારે રન લૂટાવ્યા હતા. સિરાજે પોતાની ચાર ઓવરમાં 11.25ની રનરેટથી 45 રન આપ્યા હતા. જ્યારે જયદેવ ઉનાડકટે 3.75ની રનરેટથી ચાર ઓવરમાં માત્ર 15 રન જ આપ્યા હતા. આ ઉપરાંત કૂલદીપ યાદવે 26 રન આપ્યા હતા.

  સૌથી ઓછી ઉંમરે ટી-20માં ડેબ્યુ કરનાર ઈન્ડિયન ખેલાડી
  18 વર્ષ 80 દિવસ વોશિંગ્ટન સુંદર
  19 વર્ષ 120 દિવસ રિષભ પંત
  19 વર્ષ 152 દિવસ ઈશાંત શર્મા
  20 વર્ષ 04 દિવસ રેના

  અઢારમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ વધુ એક સફળતા અપાવતા લંકાની સાતમી વિકેટનું પતન કર્યું હતું. હાર્દિકે અસેલા ગુનારત્નેને 36 રને કૂલદીપના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

  પંદર ઓવરમા બાદ શ્રીલંકા જોઈએ તેવું પ્રદર્શન કરી શક્યું નહતું. પંદર ઓવરના અંતે શ્રીલંકાએ પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન લંકાનું સ્કોર 96 રન હતુ, જ્યારે દાસુન શંકા અને એસેલા ગુનારત્ને રમતમાં હતા.

  વોશિંગ્ટન સુંદરે પોતાની જ ઓવરમાં કેચ પકડીને પ્રથમ ટી-20 ઈન્ટરનેશન વિકેટ ઝડપી હતી. 

  13મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા મળી ગઈ હતી, જ્યારે સિરાજને પોતાની પહેલી સફળતા મળી હતી.  સિરાજે થિસારા પરેરાને 11 રને રોહિતના હાથે કેચ આઉટ કરીને પેવેલિયન પાછો મોકલ્યો હતો.

  12મી ઓવરમાં ભારતને દનુષ્કા ગુનારત્નેના રૂપમાં પાંચમી સફળતા મળી ગઈ હતી. કૂલદીપ યાદવે ત્રીજી ઓવરમાં પોતાની પહેલી વિકેટ ઝડપી હતી. દનુષ્કા 03 રને હાર્દિક પંડ્યાના હાથમાં કેચ આપી બેઠા હતા.

  શ્રીલંકાએ દસ ઓવરના અંતે 67 રને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન અસેલા ગુનારત્ને 24 અને દનુષ્કા ગુનારત્ને 2 રન બનાવીને રમી રહ્યાં હતા. દસ ઓવરના અંત સુધી વોશિંગ્ટનને એક, હાર્દિક પંડ્યાને એક અને ઉનાડકટે બે વિકેટ ઝડપી હતી.  હાર્દિક પંડ્યાએ નવમી ઓવરમાં શ્રીલંકાને વધુ એક ફટકો આપ્યો હતો. હાર્દિકે સદિરા સમરવિક્રમાને 21 રને કેચ આઉટ કરાવીને ટીમને વધુ એક વિકેટ અપાવી દીધી હતી.

  કૂલદીપ યાદવની આઠમી ઓવરના બીજા સમરવિક્રમાની બેટમાંથી કટ નિકળી હતી પરંતુ બોલ થોડો ઉંચે જઈને ધોનીના ખભા પર જઈને અથડાયો હતો. આમ સમરવિક્રમાને એક જીવનદાન મળી ગયું હતું.

  શ્રીલંકન ટીમે પાંચ ઓવરના અંતે ત્રણ વિકેટના નુકશાને 26 રન બનાવી લીધા હતા. તે દરમિયાન સમરવિક્રમા અને અસેલા ગુનારત્ને રમતમાં હતા.

  ચોથી ઓવરમાં ટીમ ઈન્ડિયાને વધુ એક વિકેટ મળી હતી.  ઉનાડકટે પોતાની બીજી અને ટીમને ત્રીજી સફળતા અપાવતા ઉપુલ થરંગાને 11 રને હાર્દિકના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો.

  ત્રીજી ઓવરમાં વોશિંગ્ટને કૌશલ પરેરાને કેચ આઉટ કરીને પોતાની પ્રથમ ઈન્ટરનેશન વિકેટ ઝડપી હતી. આમ વિકેટ લેવાનું ખાતું તેમને તેમની બીજી ઓવરમાં જ ખોલી નાંખ્યું હતું. કોશલ પરેરા 04 રને આઉટ થયો હતો તેની સાથે જ ટીમ ઈન્ડિયાને બીજી સફળતા મળી ગઈ હતી.

  ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી મેચમાં શ્રીલંકાની શરૂઆત ખુબ જ ખરાબ થઈ હતી. શ્રીલંકાને પહેલો ફટકો બીજી જ ઓવરમાં લાગી ગયો હતો. ઉનડકડે ડિક્વેલાને બીજી ઓવરમાં જ પેવેલિયન મોકલી દીધો હતો.  ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરીઝની છેલ્લી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શરૂઆતની બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ પહેલા જ પોતાના નામ પર કરી ચૂકી છે. એવામાં હવે તેની નજર આ ફોર્મેટમાં પહેલીવાર  શ્રીલંકાનું ક્લીન સ્વિપ કરવા પર રહેશે. બીજી બાજુ, શ્રીલંકન ટીમ છેલ્લી મેચ જીતીને ક્લીન સ્વિપથી બચવા માંગશે.

  વોશિંગ્ટને ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ સાથે જ તેમને પહેલી ઓવર કરવાની તક પણ મળી ગઈ છે.

  ભારતે ઘરઆંગણે ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં અત્યાર સુધી કોઇપણ ટીમનું ક્લીન સ્વિપ કર્યું નથી. ત્યારે આ મેચ જીતીને તેઓ આ સપનું પૂરું કરી શકે છે.

  શ્રીલંકા : નિરોશાન ડિકવાલા (વિકેટકિપર), ઉપલ થરંગા, કુશલ પેરેરા, દાનુશકા ગુનાથિલાકા, સદેરા સમરવિક્ર્મા, એસાલા દારરત્તે, દશુન શાનકા, થિસારા પરેરા (કેપ્ટન), અકિલ દાનંજય, દુષ્મન્તા ચેમેરા, નુવાન પ્રદીપ

  ભારત : રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, એમ.એસ. ધોની (વિકેટકિપર), શ્રેયાસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, હરદિક પંડ્યા, વોશિંગ્ટન સુનંર, કુલદીપ યાદવ, જયદેવ ઉનાડકટ, મોહમ્મદ સિરાજ
  First published:December 24, 2017, 18:55 pm

  टॉप स्टोरीज