Home /News /cricket /ભારતે 8 વિકેટે લંકાને માત આપીને સિરીઝ પર કર્યો કબજો, ગબ્બરની સદી

ભારતે 8 વિકેટે લંકાને માત આપીને સિરીઝ પર કર્યો કબજો, ગબ્બરની સદી

ભારતે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ નિર્ણાયક વન ડે મેચમાં 8 વિકેટે હરાવી સિરીઝ 2-1થી જીતી લીધી હતી. શ્રીલંકાએ આપેલા 216 રનના ટાર્ગેટને ભારતે 32.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ભારત તરફથી શિખર ધવને આક્રમક 100 રન જ્યારે શ્રેયસ અય્યરે 65 રન ફટકાર્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. ધવને વન ડે કારકિર્દીની 12મી સદી ફટકારી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકા તરફથી ઉપુલ થરંગાએ સૌથી વધુ 95 રન બનાવ્યા હતા.

શ્રીલંકા તરફથી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 216 રનનો ટાર્ગટ આપ્યો હતો. શ્રીલંકાની શરૂઆત ખરાબ થઈ હતી. જોકે, સમરવિક્રમા અને ઉપુલ થરંગાએ ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. થરંગાએ લંકા તરફથી 95 અને સમરવિક્રમા 42 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના બોલરોએ ટીમને વાપસી કરાવતા લંકાના બેટ્સમેનોને પેવેલિયન મોકલવાની શરૂઆત કરી દીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિકે બે વિકેટ ચટકાવી હતી. તે ઉપરાંત ભૂવી અને બૂમરાહને એક-એક સફળતા મળી હતી.

આ સીરીઝના વિજય સાથે જ ભારતીય ટીમે એક નવો રેકોર્ડ પણ બનાવી લીધો છે. ભારતીય ટીમે એક વર્ષમાં સતત 13મી સીરીઝ જીતીને જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા ભારતીય ટીમે વર્ષ 2007માં સતત 12 સીરીઝ જીતી હતી.



કોમેન્ટ્રી

શ્રેયસ અય્યરના રૂપમાં ટીમ ઈન્ડિયાને બીજો ફટકો લાગ્યો હતો. શ્રેય્યસે શાનદાર બેટિંગ કરતાં 63 બોલમાં 65 રનની જવાબદારીપૂર્ણ ઈનિંગ રમી હતી. ભારતની ખરાબ શરૂઆતને તેને જીતમાં બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રેયસે પોતાની ઈનિંગ દરમિયાન 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

20 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 127 રન ઝૂડી નાંખ્યા હતા. તે દરમિયાન શિખર અને શ્રેય્યાસ પોત-પોતાની અર્ધશતક બનાવીને રમી રહ્યાં હતા.  અહીથી ટીમ ઈન્ડિયાને જીત માટે માત્ર 89 રનની જરૂરત હતી.

ભારતે એકદમ ધીમી શરૂઆત કરી હતી. જેમાં પણ રોહિતના રૂપમાં એક મોટો ફટકો પણ શરૂઆતમાં લાગી ગયો હતો. જોકે, શિખર ધવન અને શ્રેયાસ અય્યરની શાનદાર બેટિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 16મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. તે દરમિયાન શ્રેયાસ 54 અને શિખર 35 રન બનાવીને રમી રહ્યાં હતા. શ્રેયાસે 47 બોલમાં પોતાની અર્ધશતક પૂરી કરી હતી. આ દરમિયાન તેને 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

ચોથી ઓવરમાં ભારતને પહેલો ફટકો લાગ્યો હતો. રોહિત શર્મા 07 રન બનાવીને ધનંજયની ઓવરમાં ક્લિન બોલ્ડ થઈ ગયો હતો.

શ્રીલંકા તરફથી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 216 રનનો ટાર્ગટ આપ્યો છે. શ્રીલંકાની શરૂઆત ખરાબ થઈ હતી. જોકે, સમરવિક્રમા અને ઉપુલ થરંગાએ ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. થરંગાએ લંકા તરફથી 95 અને સમરવિક્રમા 42 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના બોલરોએ ટીમને વાપસી કરાવતા લંકાના બેટ્સમેનોને પેવેલિયન મોકલવાની શરૂઆત કરી દીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિકે બે વિકેટ ચટકાવી હતી.

થિસારાના આઉટ થયા બાદ સચિથ (7), અકિલા(1) અને લકમલ (1) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જેથી ટીમ ઈન્ડિયાએ મેચ પર પક્કડ જમાવી લીધી હતી. સચિથ અને લકમલને હાર્દિક પંડ્યાએ પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે અકિલાને કૂલદીપ યાદવે ક્લિન બોલ્ડ કર્યો હતો. ભૂવી-જસપ્રિતને એક-એક વિકેટ મળી હતી.

કેવી રીતે પડી વિકેટો

136/1, 136/2, 160/3, 168/4, 189/5, 197/6, 208/7, 210/8, 211/9,  215- ઓલઆઉટ

ચહલે વધુ એક શિકાર કરતાં થિસારાને 06 રને એલબી કરાવીને પેવેલિયન ભેગો કરી નાંખ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને 34મી ઓવરમાં છઠ્ઠી સફળતા મળી ગઈ હતી.

ચહલે ટીમ ઈન્ડિયાને વધુ એક વિકેટ અપાવતા મેથ્યૂઝને 17 રને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. આ સાથે જ ટીમને પાંચમી સફળતા મળી ગઈ હતી. આ સાથે જ ચહલે પોતાની બીજી વિકેટ ચટકાવી હતી.

ઉપુલ થરંગા સદી બનાવતા ચુકીગયો હતો. કૂલદિપ યાદવની ઓવરમાં તે ધોનીનો શિકાર બની ગયો હતો અને 95 રને જ પેવેલિયન જવુ પડ્યું હતું. ત્યાર બાદ કૂલદીપે ડિક્વેલાને પણ 8 રને કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો. આમ ટીમ ઈન્ડિયાને ત્રણ વિકેટ ઝડપી મળી ગઈ હતી.

ટીમ ઈન્ડિયાને બીજી વિકેટ માટે ઘણા લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. શરૂઆતમાં પાંચમી ઓવરમાં મળેલી પહેલી સફળતા બાદ ટીમ ઈન્ડિયાને 23મી ઓવરમાં બીજી સફળતા મળી હતી. ચહલે સદિરાને 42 રને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી હતી.

દશનુકાના આઉટ થયા બાદ સમરવિક્રમા અને ઉપુલ થરંગાએ શ્રીલંકાની ઈનિંગની સંભાળી લીધી હતી. બંનેએ 20 ઓવર સુધીમાં લંકાના સ્કોરને 100 રનના આંકડાને પાર કરાવ્યા હતો. લંકાએ 20 ઓવરમાં 122 રન બનાવી લીધા હતા તે દરમિયાન ઉપુલ 74 અને સમરવિક્રમા 33 રન બનાવીને રમી રહ્યાં હતા.

બૂમરાહે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવતા દશનુકાને 13 રને રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારત અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે આજે વિશાખાપટ્ટનમ ખાતે શ્રેણીની ફાઈનલ ડે-નાઈટ મેચ રમાઈ રહી છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન રોહિતે રેકોર્ડ બ્રેકિંગ બેવડી સદી ફટકારીને ભારતને બીજી વન ડેમાં વિજય અપાવતા શ્રેણી જીવંત રાખી હતી. આજે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને મહેમાન ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

શ્રીલંકા : દનશુકા ગનાથિલાકા, ઉપલ થરંગા, સદેરા સમરાવિકરા, એન્જેલો મેથ્યુઝ, નિરોશાન ડિકવેલા (વિકેટકિપર), એસાલા દારરત્તે, થિસારા પરેરા (કેપ્ટન), સચિત પથરીના, અકિલા ડેનજયાયા, સુરંગ લક્મલ, નુવાન પ્રદીપ

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, એમએસ ધોની (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ભુવનેશ્રવર કુમાર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ
First published:

Tags: India Vs SL, Ms dhoni, Team india, Virat kohali, રોહિત શર્મા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन