IND Vs SL 2nd ટેસ્ટ: શ્રીલંકા 205 રને ઓલઆઉટ, ઈન્ડિયા 7/1

Margi | News18 Gujarati
Updated: November 24, 2017, 4:54 PM IST
IND Vs SL 2nd ટેસ્ટ: શ્રીલંકા 205 રને ઓલઆઉટ, ઈન્ડિયા 7/1

  • Share this:

શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શ્રીલંકન ટીમ 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દિમુથ કરૂણારત્ને 51 અને દિનેશ ચંદીમલે 57 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ઈન્ડિયા તરફથી રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માએ 3-3 વિકેટ ઝડપી હતી.


ભારતે શ્રીલંકાને 205 રને ઓલઆઉટ કરીને રમતની શરૂઆત કરી દીધી હતી, જોકે, શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ લોકેશ રાહુલના રૂપમાં પહેલો ફટકો લાગી ગયો હતો. લોકેશ રાહુલ 7 રને જ રંગના હેરથનો શિકાર બની ગયો હતો. ચેતેશ્વર પૂજારા (2) અને મૂરવી વિજય (2) રન બનાવીને અણનમ રહ્યાં હતા.


ભારત માટે માથાનો દુખાવો બનેલ દિનેશ ચાંદીમલને  અશ્વિને 57 રને આઉટ કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા મળી ગઈ હતી. તે પહેલા જ રવિન્દ્ર જાડેજાએ દિવરૂવાન પરેરાને 15 રને આઉટ કરીને લંકાને સાતમો ઝાટકો આપ્યો હતો.  ઈન્ડિયાને ચોથી સફળતા અપાવતા મેદાન પર સેટ થયેલા કરૂણારત્નને 51 રને એલબી આઉટ કર્યો હતો. ઈશાંતની વ્યક્તિગત બીજી વિકેટ હતી.



શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.શ્રીલંકાની ખરાબ શરૂઆત થઇ હતી અને 20 રનના સ્કોર પર સદીરા સમરવીકરમાના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. સદીરા 13 રને ઇશાંત શર્માની ઓવરમાં પૂજારાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ થિરિમાને 9 રને અશ્વિનની ઓવરમાં એલબી આઉટ થયો હતો જ્યારે એન્જેલો મેથ્યૂઝ 10 રને જાડેજાની ઓવરમાં એલબી આઉટ થયો હતો.


બન્ને ટીમ આ રીતે છે






ભારત: લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, આર.અશ્વિન, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા

શ્રીલંકા: દિમુથ કરૂણારત્ને, સદીરા સમરવીકરમા, લાહિરૂ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ, દિનેશ ચાંદીમલ, નિરોશન ડિકવેલા, દસુન શેનકા, દિલરુવાન પરેરા, રંગના હેરાથ, સુરંગા લકમલ, લાહિરૂ ગમાજ

First published: November 24, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading