ટીમ ઈન્ડિયાએ 88 રને લંકાને હરાવી શ્રેણી પર કર્યો કબજો, રોહિતની સદી

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 22, 2017, 10:57 PM IST
ટીમ ઈન્ડિયાએ 88 રને લંકાને હરાવી શ્રેણી પર કર્યો કબજો, રોહિતની સદી

  • Share this:
ટીમ ઈન્ડિયા તરફથી આપેલા 261 રના ટાર્ગેટ સામે શ્રીલંકા 17.2 ઓવરમાં  172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કૌશલ પરેરાએ શાનદાર બેટિંગ કરતાં 77 રનની ઈનિંગ રમી હતી. તે ઉપરાંત ટીમ ઈન્ડિયા તરફથી હિટમેન રોહિત શર્માએ 118 રન અને લોકેશ રાહુલે 89 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ 88 રનથી મેચ જીતીને સિરીઝ પર કબજો કરી લીધો હતો.

યૂઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા તરફથી ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે કૂલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જયદેવ ઉન્ડકડ અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી. તે ઉપરાંત એન્ઝેલો મેથ્યૂઝ ઈજાગ્રસ્ત હોવાના કારણે રમવા ઉતરી શક્યો નહતો.

યૂઝવેન્દ્ર ચહલની 16મી ઓવર ટીમ ઈન્ડિયા માટે સારી રહી હતી. આ ઓવરમાં ટીમને ત્રણ વિકેટ મળી હતી. આ ઓવરની પહેલી બોલે ડિ સિલ્વા એક રન બનાવીને ક્લિન બોલ્ડ થયો હતો. જ્યારે બીજા બોલે સમરવિક્રમા પાંંચ રન બનાવીને  ધોનીનો શિકાર બની ગયો હતો. જ્યારે પાંચમા બોલે ધનંજયા પાંચ રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો.

પંદરમી ઓવરમાં મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવી ગઈ હતી. કૂલદીપ યાદવે પંદરમી ઓવરના પહેલા જ બે બોલોમાં બે વિકેટો ચટકાવીને મેચમાં ટીમને વાપસી કરાવી લીધી હતી. જ્યારે પાંચમાં બોલે ગુનારત્ને ધોનીનો શિકાર બની ગયો હતો.  આ ઓવરના પહેલા બોલે થિસારા શૂન્ય રને કેચ આઉટ થયો જ્યારે બીજા જ બોલે ભારત માટે ખતરનાક બની ગયેલા કૌશલ પરેરાને પણ 47 રને કેચ આઉટ કરાવી દીધો હતો. તે ઉપરાંત ધોનીએ ગુનારત્નેને શૂ્ન્ય રને સ્ટમ્પ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા મળી ગઈ હતી. આમ શ્રીલંકાએ પંદર ઓવરના અંતે 5 વિકેટના નુકશાને 162 રન બનાવી લીધા હતા.

14મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને બીજી સફળતા મળી હતી. યૂઝવેન્દ્ર ચહલે બીજી સફળતા અપાવતા ઉપુલ થરંગાને 47 રને કેચ આઉટ કરાવ્યો હતો. કેચ પણ યૂઝવેન્દ્રએ જ પકડ્યો હતો.

બારમી ઓવરમાં કોશલ પરેરાએ શાનદાર બેટિંગ કરતાં પોતાની અર્ધશતક બનાવી લીધા હતી.શ્રીલંકાએ 10 ઓવરમાં 102 રન બનાવી લીધા હતા. તે દરમિયાન કૌશલ પરેરા 31 અને ઉપુલ થરંગા 42 રન બનાવીને રમી રહ્યાં હતા.

ટીમ ઈન્ડિયાને કૂલદીપ યાદવની છઠ્ઠી ઓવર મોંઘી પડી હતી, આ ઓવરમાં બે સિક્સ અને એક ફોર સાથે ટોટલ 19 રન શ્રીલંકાએ બનાવ્યા હતા. તે સાથે જ 6 ઓવરના અંતે શ્રીલંકાએ 61 રન બનાવી લીધા હતા.

શ્રીલંકાએ પાંચ ઓવરના અંતે એક વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા હતા. તે દરમિયાન કુશલ પરેરા 01 અને ઉપુલ થરંગા 14 રન બનાવીને રમી રહ્યાં હતા. આ પહેલા ડિક્વેલા જાધવની ઓવરમાં 25 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાને પહેલી વિકેટ મળી ગઈ હતી.ટીમ ઈન્ડિયા તરફથી લોકેશ રાહુલ અને રોહિત શર્માએઓપનિંગની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 260 રન બનાવી લીધા છે. તે દરમિયાન રોહિત શર્માએ 118 રનની અને લોકેશ રાહુલ 89 રનની ઈનિંગ રમી હતી.  રોહિત શર્માએ ટી-20માં બીજી સદી ફટકારી હતી. 

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીનો પોતાનો સૌથી મોટો ટી-20 સ્કોર બનાવ્યો છે. તે ઉપરાંત ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ રોહિતે બનાવ્યો છે. આ પહેલા ડેવિડ મિલરે પણ 35 બોલમાં સદી ફટકારી હતી. આમ આ બંને દિગ્ગજો સંયુક્ત રીતે આ લિસ્ટમાં ટોપ પર બિરાજમાન છે.

20મી ઓેવરમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટો પડી ગઈ હતી. જેમાં શ્રેયસ અય્યર 0 રને અને ધોની 28 રન બનાવીને આઉટ થયો હતો.

 ઓગણિસ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ ત્રણ ઓવર ગુમાવીને 253 રન બનાવી લીધી હતા. ઓગણીસમી ઓવરમાં ટીમ ઈન્ડિયાની વધુ એક વિકેટ પડી હતી, જેમાં હાર્દિક પંડ્યા 3 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.

અઢાર ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 236 રન બનાવી લીધા હતા. તે દરમિયાન લોકેશ 83 અને ધોની 26 રન બનાવીને રમી રહ્યો હતો.

પંદરમી ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 196 રન બનાવી લીધા હતા. તે દરમિયાન લોકેશ રાહુલ 58 અને ધોની 12 રન બનાવીને રમી રહ્યાં હતા.

લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરતાં 35 બોલમાં પોતાની અર્ધશતક પૂરી કરી હતી. આ દરમિયાન લોકેશે 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. લોકેશ રાહુલે પોતાની અર્ધશતર પંદરમી ઓવરમાં પૂરી કરી હતી.રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં 43 બોલમાં 118 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગ દરમિયાન 12 ફોર અને 10 સિક્સ ફટકારી હતી. રોહિતની વિકેટ મેળવવામાં ચમીરાને સફળતા મળી હતી.

11મી ઓવરના બીજા બોલે હિટમેને ઝંઝાવાતી બેટિંગ કરતાં રોહિત શર્માએ ટી-20માં 35 બોલમાં સદી ફટકારીને સૌથી ફાસ્ટ શતક ફટકારવાનો નવો વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

10 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ વિના વિકેટે 117 રન બનાવી લીધા હતા. તે દરમિયાન ઓપનર જોડી વિસ્ફોટક બેટિંગ કરી રહી હતી. રોહિત 29 બોલમાં 73 રન અને લોકેશ 31 બોલમાં 44 રન બનાવીને રમતમાં હતા. આ દરમિયાન આ બંને ખેલાડીઓએ 7 સિક્સ અને 13 ફોર ફટકારી હતી.

હિટમેનની વિસ્ફોટક બેટિંગ સામે શ્રીલંકન બોલર્સ લાચાર નજરે પડ્યા હતા. રોહિતે માત્ર 26 બોલમાં 9 ફોર અને 3 સિક્સ સાથે 67 રન ફટકરી દીધા હતા. રોહિતે 23 બોલમાં પોતાની અર્ધશતક પૂરી કરી હતી.

પાંચ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ 43 રન બનાવી લીધા હતા. તે સમયે ઓપનિંગમાં  ઉતરેલ લોકેશ રાહુલ 26 અને રોહિત શર્મા 16 રન બનાવીને રમી રહ્યાં છે.

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 સાત વાગે શરૂ થશે તેવામાં લંકા માટે કરો યા મરોની સ્થિતિ છે.  શ્રીલંકાને પહેલી ટી-20 મેચમાં 93 રનોથી માત આપી ચૂકેલ ટીમ ઈન્ડિયાની નજર હવે સીરીઝ જીતવા પર છે. રનોના હિસાબથી ભારતની આ સૌથી મોટી જીત હતી. બીજી મેચ આજે (22 ડિસેમ્બર) ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ દરમિયાન ખુબ જ પરસેવો પાડ્યો હતો.

બંને ટીમો આ રીતે છે

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, એમ.એસ. ધોની (વિકેટકિપર), મનીષ પાંડે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, જયદેવ ઉનાડકટ, જસપ્રિત બમરા, યૂઝવેન્દ્ર ચહલ

શ્રીલંકા : નિરોશાન ડિકવાલા (વિકેટકિપર), ઉપલ થરંગા, કુસેલ પરેરા, એંગલો મેથ્યુઝ, સદેરા સમરવિક્ર્મા, એસાલા ગ્યુરરત્ને, થિસારા પરેરા (કેપ્ટન), ચતુર્રંગ ડિ સિલ્વા, અલિકા ડેનંજય, દુષ્મન્તા ચેમેરા, નુવાન પ્રદીપ
First published: December 22, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading