IND vs SL: વરસાદના કારણે બીજા દિવસની રમત પણ ઠપ્પ, ભારતનો સ્કોર 74/5

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકતાના ઈડન ગાર્ડન્સ પર શુક્રવારે પહેલી ટેસ્ટના બીજા દિવસની રમત પણ વરસાદના કારણે ઠપ્પ થઈ ગઈ હતી

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકતાના ઈડન ગાર્ડન્સ પર શુક્રવારે પહેલી ટેસ્ટના બીજા દિવસની રમત પણ વરસાદના કારણે ઠપ્પ થઈ ગઈ હતી

  • Share this:
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર શુક્રવારે પહેલી ટેસ્ટના બીજા દિવસની રમત પણ વરસાદના કારણે ઠપ્પ થઈ ગઈ હતી. બીજા દિવસે ભારતે 32.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 74 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 47 અને રિદ્ધિમાન સાહા 6 રન બનાવીને રમતમાં છે.

બીજા દિવસે ભારતે અજિંક્ય રહાણેના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ અશ્વિન પણ વધારે વખત મેદાન પર રહી શક્યો નહતો અને માત્ર 4 રન બનાવીને શનાકની બોલ પર આઉટ થઈ ગયો હતો.

https://twitter.com/BCCI/status/931399142487683072

ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 11.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 17 રન બનાવ્યા હતા. આ પહેલા શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંદીમલે ગુરૂવારે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રીત કરી હતી. ફાસ્ટ બોલર સુરંગા લકમલે પહેલા જ બોલ પર ઓપનર લોકેશ રાહુલને વિકેટકિપર નિરોશન ડિકવેલાના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. આમ લોકેશના (0 રન)રૂપમાં ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો લાગ્યો હતો.

ત્યાર બાદ લકમલે શિખર ધવનને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. ધવને ઓફસ્ટમ્પથી બહાર જઈ રહેલા બોલ સાથે છેડખાની કરવાની કોશિશ કરી, જેથી બોલ તેની બેટની ધાર પર અડીને લાગીને સ્ટમ્પ પર અથડાઈ હતી. તે ઉપરાંત લકમલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ ખાતું ખોલવા દીધું નહતું અને એલબીડબલ્યૂ કરાવીને પેવેલિયન પાછો મોકલી દીધો હતો.
First published: