Home /News /cricket /

IND Vs SL: પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા થઈ ધરાશાયી, લંકાએ આપી 7 વિકેટે માત

IND Vs SL: પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા થઈ ધરાશાયી, લંકાએ આપી 7 વિકેટે માત

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સિરીઝમાં પ્રથમ ધર્મશાલા ખાતે રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 38.2 ઓવરમાં 112 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી શ્રીલંકાને 113 રનનો નજીવો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાએ 20.4 ઓવરમાં 3 વિકેટના નુકશાને 114 રન કરી મેચ પોતાના નામે કરી હતી. થરંગાએ 49 રનની ઈનિંગ રમી હતી. મેથ્યૂઝે અણનમ 25 અને ડિકવેલાએ અણનમ 26 રનની ઈનિંગ રમી હતી. લંકા તરફથી લકમલે ચાર વિકેટ ઝડપી હતી.  આ સાથે શ્રીલંકાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

જસપ્રિત બુમરાહે ગુણાથિલકાને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ભૂવનેશ્વક કુમારે થિરિમાનેને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી. હાર્દિક પંડ્યાએ થરંગાને 49 રનના સ્કોરે આઉટ કર્યો હતો. આમ શ્રીલંકાએ ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો.

ટીમ ઈન્ડિયા 38.2 ઓવરમાં ટીમ ઈન્ડિયા 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ધોનીએ એકલા હાથે લંકાને લડત આપતા 65 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના આઠ ખેલાડીઓ તો ડબલ ડિઝીટમાં સ્કોર પણ બનાવી શક્યા નહતા.

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચ ધર્મશાળાના સુંદર નજારા વચ્ચે એચપીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રીતે થઈ હતી. ભારતે 29 રનમાં તો સાત વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ધોનીએ ખરા સમયે સંકટ મોચનની ભૂમિકા ભજવીને લોએસ્ટ સ્કોર ટીમ ઈન્ડિયાના નામે નોંધાવવા દીધું નહતું.

18 બોલ રમ્યા બાદ એક પણ રન કર્યા વગર દિનેશ કાર્તિક લકમલની ઓવરમાં આઉટ થઈને પોતાના નામે શરમજનક રેકોર્ડ નોંધાવી લીધો છે. નીચલા ક્રમે આવી કુલદીપ યાદવે 19 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જોકે તે અકિલા ધનંજયની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. બુમરાહને પથિરાનાએ 9 રનના સ્કોરે બોલ્ડ કર્યો હતો.

કૂલદીપ યાદવના રૂપમાં ટીમ ઈન્ડિયાને આઠમો ફટકો લાગ્યો હતો. કૂલદીપ યાદવે ધોનીને સારો એવો સાથ આપીને ટીમ ઈન્ડિયાના સ્કોરને 60 રનનો આંકડો પાર કરાવ્યો હતો. કૂલદીપ 19 રન બનાવીને ધનંજયનો શિકાર બની ગયો હતો.

ભારતને ભૂવનેશ્વર કુમારના રૂપમાં સાતમો ફટકો લાગ્યો હતો. ભૂવી પણ 0 રને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ભારતે ગુમાવેલી સાત વિકેટોમાં હાર્દિકે જ બે આંકડાનો સ્કોર બનાવ્યો હતો.

ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણય એકદમ ખોટો પડ્યો હતો અને ભારતની બેટિંગ શરમજનક રહેતા ટીમ ઈન્ડિયાના પ્લેયર એક એક ટપોટપ આઉટ થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયાના  ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા આવતાની સાથે જ આઉટ થઈ ગયા હતા, જેમાં શિખર તો ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પાછો ફર્યો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

શ્રેયસ અય્યર 9 રન બનાવીને પ્રદિપનો શિકર બની જતાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો લાગી ગયો હતો. ત્યાર બાદ મનીષ પાંડે 2 રન બનાવીને લકમલની ઓવરમાં આઉટ થતાં ઈન્ડિયાને 16 રને ચોથો ફટકો પડ્યો હતો. મનીષ પાંડેની જગ્યા લેવા માટે હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો, હાર્દિક પર બધાની નજર હતી, જોકે તે પણ 10 રન બનાવીને પેવેલિયન પાછો ફરતાં ટીમ ઈન્ડિયાની અડધી ટીમ 28 રને જ પેવેલિયન ભેગી થઈ છે.
First published:

Tags: India Vs SL, Team india

આગામી સમાચાર