ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટના બીજા દિવસનો મુકાબલો ન્યૂલેંડ્સ સ્ડેડિયમમાં રમવામાં આવી રહ્યો છે. બીજા દિવસે પણ ભારતીય ટીમની શરૂઆત નબળી રહી અને એક પછી એક વિકેટો પડતી ગઈ. આખરે ભારતીય ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ સાઉથ આફ્રિકન ટીમ પોતાનો બીજો દાવ રમવા મેદાનમાં ઉતરી હતી. બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકા ટીમે 02 વિકેટના નુકશાને 65 રન બનાવ્યા છે. હાશિમ અમલા 04 રન અને કાજીસો રબાડા 02 રન બનાવી રમતમાં છે. હવે આવતીકાલે સાઉથ આફ્રિકા પોતાની રમત આગળ વધારશે.
સાઉથ આફ્રિકા બીજો દાવ - કોણ કેટલા રને આઉટ
ડીન એલ્ગર 54 બોલમાં 25 રન બનાવી આઉટ
એડેન માર્કરામ 43 બોલમાં 34 રન બનાવી આઉટ
ભારત પ્રથમ દાવ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
મુરલી વિજય 17 બોલમાં 01 રન બનાવી આઉટ
શિખર ધવન 13 બોલમાં 16 રન બનાવી આઉટ
વિરાટ કોહલી 13 બોલમાં 05 રન બનાવી આઉટ
રોહિત શર્મા 59 બોલમાં 11 રન બનાવી આઉટ
ચેતેશ્વર પૂજારા 92 બોલમાં 26 રન બનાવી આઉટ
અશ્વિન 31 બોલમાં 12 રન બનાવી આઉટ
રિદ્ધીમાન સાહા 08 બોલમાં 00 રનમાં જ આઉટ
હાર્દિક પંડ્યા 95 બોલમાં 93 રનમાં જ આઉટ
ભુવનેશ્વરકુમાર 86 બોલમાં 25 રનમાં જ આઉટ
જસપ્રિત બુમરાહ 13 બોલમાં 02 રનમાં જ આઉટ
મોહમ્મદ સામી 15 બોલમાં 04 રન બનાવી નોટ આઉટ રહ્યો
ટેસ્ટમેચના પ્રથમ દિવસે શું થયું?
ટેસ્ટમેચના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું, પરંતુ ભારતીય બોલરોના સપાટા વચ્ચે સાઉથ આફ્રિકાની પૂરી ટીમ પ્રથમ દિવસે જ ઓલ આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા માત્ર 286 રન બનાવી શકી હતી, ત્યારબાદ ભારતના બેટ્સમેન વળતો જવાબ આપવા મેદાનમાં ઉતર્યા, પરંતુ ભારતની પણ શરૂઆત નબળી રહી હતી અને પ્રથમ દિવસના અંતે ભારત 03 વિકેટના નુકશાને 28 રન બનાવી શક્યું હતું.