ભારત V/S પાકિસ્તાન: ફાઇનલમાં પ્રવેશવાના ઇરાદા સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં યોજાઈ રહ્યો હોવાથી ફાસ્ટ બોલર્સની પસંદગી ખૂબ જ મહત્વની રહેશે. ભુવનેશ્વર કુમાર તેમાં સૌથી પ્રબળ દાવેદાર છે.

ગત ત્રણેય મેચમાં સતત જીત મેળવ્યા બાદ ચોથી મેચ પણ જીતીને ભારતનો પ્રયાસ ફાઇનલમાં સ્થાન મેળવવાનો રહેશે.

 • Share this:
  એશિયા કપ 2018ની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા રવિવારે એશિયા કપના સુપર ચાર મુકાબલામાં રવિવારે કટ્ટર હરીફ ગણાતી પાકિસ્તાન ટીમને માત આપીને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે મેદાન પર ઉતરશે.

  ગત ત્રણેય મેચમાં સતત જીત મેળવ્યા બાદ ચોથી મેચ પણ જીતીને ભારતનો પ્રયાસ ફાઇનલમાં સ્થાન મેળવવાનો રહેશે. સામા પક્ષે પાકિસ્તાન પણ પોતાની રમત સુધારવાના ઉદેશ્ય સાથે મેદાન પર ઉતરશે. પાકિસ્તાને ગત મેચમાં અફઘાનિસ્તાન સામે ફક્ત ત્રણ રને વિજય મેળવ્યો હતો.

  ત્રણ દિવસ પહેલા જ ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. જોકે, ઇતિહાસને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમે પાકિસ્તાનને હળવાશથી લેવી જોઈએ નહીં.

  ટૂર્નામેન્ટની શરૂઆતમાં ખૂબ નબળી ગણાતી હોંગકોંગની ટીમે ભારત સામે વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પરંતુ ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી.

  આ વખતે વિરાટ કોહલીની ગેરહાજરીમાં પણ ભારતીય ટીમે મજબૂત દેખાઈ રહી છે. જેવી આશા હતી તે પ્રમાણે અહીંની પીચો પર ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે.

  બંને ટીમઃ

  ભારતઃ રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, અમ્બાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેમ્દ્રસિંહ ધોની, મનીષ પાંડે, કેએલ રાહુલ, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર.

  પાકિસ્તાનઃ સરફરાઝ અહમદ (કેપ્ટન), ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ, શાહ મસૂદ, ઓએબ મલિક, હરિસ સોહેલ, શદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, હસન અલી, ઝુનૈદ ખાન, ઉસ્માન ખાન, શાહીન અફરીદી, આફિસ અલિ, મોહમ્મદ આમિર.
  Published by:Vinod Zankhaliya
  First published: