Home /News /cricket /IND vs NZ: વરસાદના કારણે ત્રીજી વન ડે પણ ધોવાઈ ગઈ, 41 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતને સતત 2 સીરીઝમાં હાર આપી

IND vs NZ: વરસાદના કારણે ત્રીજી વન ડે પણ ધોવાઈ ગઈ, 41 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતને સતત 2 સીરીઝમાં હાર આપી

india vs nz 3rd odi

કેન વિલિયમ્સન (kane Williamson)ના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડ ટીમે વનડે સીરીઝ 1-0થી જીતી લીધી છે. ત્રીજી અને અંતિમ મેચમાં (IND vs NZ)કીવી ટીમ સારી સ્થિતિમાં હતી, પણ વરસાદના કારણે આ મેચ પણ રદ થઈ ગઈ.

    કેન વિલિયમ્સન (kane Williamson)ના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડ ટીમે વનડે સીરીઝ 1-0થી જીતી લીધી છે. ત્રીજી અને અંતિમ મેચમાં (IND vs NZ)કીવી ટીમ સારી સ્થિતિમાં હતી, પણ વરસાદના કારણે આ મેચ પણ રદ થઈ ગઈ. આ અગાઉ કીવી ટીમે પ્રથમ મેચમાં પણ 300થી વધારે રન બનાવીને જીત પ્રાપ્ત કરી હતી. બીજી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. તો વળી ટી 20 સીરીઝ ટીમ ઈંડિયાએ 1-0થી જીતી હતી. આવી જ રીતે ન્યૂઝીલેન્ડે ટી 20 સીરીઝમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ત્રીજી વન ડેમાં ભારતીય ટીમ પહેલા રમતા ફક્ત 219 રન જ બનાવી શકી હતી. વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે 51 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે વરસાદના કારણે રમત અટકી ત્યાં સુધીમાં 18 ઓવરમાં એક વિકેટ પર 104 રન બનાવી લીધા હતા. ડેવોન કોનવે 38 અને વિલિયમ્સન 0 પર નોટઆઉટ રહ્યા.

    આ પણ વાંચો: અનોખો વિરોધ: સામાન્ય ઘરની ગરીબ વૃદ્ધ મહિલાને તંત્રએ મોકલ્યું 21 લાખનું લાઈટ બિલ, ઢોલ નગારા વગાડી કર્યો વિરોધ

    ન્યૂઝીલેન્ડે વન ડે સીરીઝ જીતવાની સાથે જ 41 વર્ષ જૂના રેકોર્ડને ફરીથી વાગોળ્યો છે. કીવી ટીમે ભારત વિરુદ્ધ સતત બીજી વન ડે સીરીઝ જીતી. ગત સીરીઝમાં તેણે 3-0થી જીત મળી હતી. આ અગાઉ ન્યૂઝીલેન્ડમાં 1981માં આ રેકોર્ડ બનાવ્યો હતો. ટાર્ગટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમના બેટ્સમેન ડેવોન કોનવે અને ફિન એલેને સારી શરુઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 16.3 ઓવરમાં 97 રનની ભાગીદારી કરી હતી. એલને 54 બોલમાં 57 રન બનાવીને ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો શિકાર થયો. તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો.

    સુંદરે લગાવ્યું અર્ધશતક


    આ અગાઉ ભારતીય ટીમ બેટ્સમેનના લચર પ્રદર્શનના કારણે અંતિમ વન ડેમાં 47.3 ઓવરમાં 219 રન પર સમેટાઈ ગઈ હતી. અડધી ટીમ 25.3 ઓવરમાં પેવેલિયન પાછી ફરી હતી. વોશિંગ્ટન સુંદર 64 બોલમાં 51 રન, 5 ચોગ્ગા અને 1 છગ્ગોથી અર્ધશતકીય ઈનિંગ્સ રમી શક્યો. જેના કારણે ટીમ 200 રનનો સ્કોર પાર કરી શકી. આ સ્પિન ઓલરાઉંન્ડરે પ્રથમ વન ડેમાં ભારતની 7 વિકેટ પર 306 રનની ઈનિંગ્સમાં 16 બોલમાં નોટઆઉટ 37 રન બનાવીને પોતાની શક્તિનો પરચો આપી દીધો હતો. તે આઉટ થનારો અંતિમ ખેલાડી હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Sports news

    विज्ञापन
    विज्ञापन