Home /News /cricket /

INDvsNZ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા જાહેર, ગંભીર-ભજ્જી-યુવીને ફરી ના મળી તક

INDvsNZ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા જાહેર, ગંભીર-ભજ્જી-યુવીને ફરી ના મળી તક

ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ 3 મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગંભીર-ભજ્જી અને યુવરાજને ફરી તક મળી નથી. ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. વેસ્ટઇન્ડિઝના પ્રવાસની ટીમના 17 ખેલાડીઓ પૈકી 15 ખેલાડીઓ યથાવત રાખવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ 3 મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગંભીર-ભજ્જી અને યુવરાજને ફરી તક મળી નથી. ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. વેસ્ટઇન્ડિઝના પ્રવાસની ટીમના 17 ખેલાડીઓ પૈકી 15 ખેલાડીઓ યથાવત રાખવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મુંબઇ # ન્યૂઝીલેન્ડ વિરૂધ્ધ 3 મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગંભીર-ભજ્જી અને યુવરાજને ફરી તક મળી નથી. ટીમમાં ખાસ કંઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. વેસ્ટઇન્ડિઝના પ્રવાસની ટીમના 17 ખેલાડીઓ પૈકી 15 ખેલાડીઓ યથાવત રાખવામાં આવ્યા છે.

વિરાટ કોહલી કેપ્ટન રહેશે જ્યારે અજિંક્ય રહાણે વાઇસ કેપ્ટન રહેશે. દિલ્હીના દિગ્ગજ બેટ્સમેન ગૌતમ ગંભીર ફરી એકવાર ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે હરભજનસિંહ અને યુવરાજને પણ તક મળી નથી.

કોણ થયા આઉટ?

શાર્દુલ ઠાકુર અને સ્ટુઅર્ટ બિન્નીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝમાં ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. જોકે બંને ખેલાડીઓને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો.

ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, મુરલી વિજય, રોહિત શર્મા, આર.અશ્વિન, રિધ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, ઉમેશ યાદવ

ટેસ્ટ મેચનો કાર્યક્રમ

#પહેલી ટેસ્ટ: 22-26 સપ્ટેમ્બર, ગ્રીન પાર્ક (કાનપુર)

#બીજી ટેસ્ટ: 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, ઇડનગાર્ડન (કોલકત્તા)

#ત્રીજી ટેસ્ટ: 8થી12 ઓક્ટોબર, હોલ્કર સ્ટેડિયમ (ઇન્દોર)

વનડે સીરીઝનો કાર્યક્રમ

#પહેલી વનડે: 16 ઓક્ટોબર, એચપીસીએ સ્ટેડિયમ (ધર્મશાલા)

#બીજી વનડે: 19 ઓક્ટોબર, ફિરોજશાહ કોટલા (દિલ્હી)

#ત્રીજી વનડે: 23 ઓક્ટોબર, પીસીએ સ્ટેડિયમ (મોહાલી)

#ચોથી વનડે: 26 ઓક્ટોબર, જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (રાંચી)

#પાંચમી વનડે: 29 ઓક્ટોબર, વિશાખાપટ્ટનમ
First published:

Tags: ક્રિકેટ, ક્રિકેટ ટેસ્ટ મેચ, ગુજરાતી ન્યૂઝ, ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन