ભારત ઇંગ્લેન્ડ મુંબઇ ટેસ્ટ: અશ્વિનની ઘાતક બોલિંગ, અહીં જુઓ ક્રિકેટ મેચનો લાઇવ સ્કોર
ભારત ઇંગ્લેન્ડ મુંબઇ ટેસ્ટ: અશ્વિનની ઘાતક બોલિંગ, અહીં જુઓ ક્રિકેટ મેચનો લાઇવ સ્કોર
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડની સાતમી વિકેટ પડી છે. રવિન્દ્ર જાડેજાએ વોક્સ અને આર અશ્વિને બેન સ્ટ્રોક્સને આઉટ કરી ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી છે.
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડની સાતમી વિકેટ પડી છે. રવિન્દ્ર જાડેજાએ વોક્સ અને આર અશ્વિને બેન સ્ટ્રોક્સને આઉટ કરી ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી છે.
મુંબઇ #મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડની સાતમી વિકેટ પડી છે. રવિન્દ્ર જાડેજાએ વોક્સ અને આર અશ્વિને બેન સ્ટ્રોક્સને આઉટ કરી ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી છે.
આ ઇનિંગમાં અત્યાર સુધી અશ્વિને પાંચ વિકેટ લીધી છે. અશ્વિને કેટાન જેનિંગ્સ, મોઇન અલી, બેન સ્ટ્રોક્સ, જે રૂટ અને જોની બેયર્સટોની મહત્વની વિકેટ લીધી છે. કેટાન જેનિગ્સે 112, રૂટે 21, મોઇન અલીએ 50, બેન સ્ટ્રોક્સે 31 અને જોની બેયર્સટોએ 14 રન બનાવ્યા હતા.
આ પહેલા મેચના પ્રથમ દિવસે રવિચંન્દ્રન અશ્વિનની શાનદાર બોલિંગથી ભારતે ઇંગ્લેન્ડને સારી શરૂઆત બાદ બેકફૂટ પર ધકેલી દીધું છે. પહેલા દિવસની રમત પુરી થયા બાદ ઇંગ્લેન્ડે 94 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા.
જેનિંગ્સે ફટકારી સદી
આ મેચમાં સદી લગાવનાર જેનિંગ્સે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી છે. આ સાથે તે આ સિધ્ધિ મેળવનાર ઇંગ્લેન્ડનો આઠમો ખેલાડી બન્યો છે. જેનિંગ્સે પોતાની સદી 219 બોલમાં બનાવી છે.
કેપ્ટનની પડી પહેલી વિકેટ
ટોસ જીતીને પહેલા દાવ લેવા ઉતરેલા ઇંગ્લેન્ડે પ્રથમ દિવસે કેપ્ટનની પહેલી વિકેટ ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાના બોલમાં તે ચકમો ખાઇ ગયો અને પાર્થિવ પટેલે સ્ટમ્પિંગ કર્યું હતું. 60 બોલમાં પાંચ ચોગ્ગા ફટકારી કુક આ મેચમાં ભારત વિરૂધ્ધ ટેસ્ટ મેચમાં 2000થી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર