ચોથી ટેસ્ટ ભારતનો 60 રને પરાજય, ઈંગ્લેન્ડે 3-1થી સિરીઝ પર કર્યો કબ્જો

ચોથી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 271 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ. આ સાથે ઇંગ્લેન્ડે ભારતને 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારત 184 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

ચોથી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 271 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ. આ સાથે ઇંગ્લેન્ડે ભારતને 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારત 184 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

 • Share this:
  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથૈપ્ટનમાં રમાયેલ ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 60 રને પરાજય થયો છે. આ સાથે જ ઈંગ્લેન્ડે 3-1થી સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. આમ ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું છે.

  ચોથી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 271 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ. આ સાથે ઇંગ્લેન્ડે ભારતને 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો તો પડકારનો સામનો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ટીમની ઈનિંગને સંભાળી હતી.  પરંતુ વિરાટ કોહલીના આઉટ થયા બાદ  ટીમ ઈન્ડિયાનો ધબડકો થઈ ગયો હતો. વિરાટ કોહલી બાદ મેદાનમાં ઉતરેલ હાર્દિક પંડ્યા પણ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે રહાણે 51 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

  યુવા બેટ્સમેન રિષભ પંત પણ 18 રન બનાવીને મોઈન ખાનનો શિકાર બની ગયો હતો. જ્યારે ઈશાંત શર્મા શૂન્ય અને મોહમ્મદ શમી આઠ રન બનાવીને પેવેલિયન ફર્યા હતા. જ્યારે અશ્વિન 25 રને સેમ કરણનો શિકાર બન્યો હતો.  આમ વિરાટ કોહલીના આઉટ થયા બાદ ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ પડી ભાગી હતી.

  વિરાટ કોહલીના રૂપમાં ટીમ ઈન્ડિયાને ચોથો ફટકો લાગ્યો. આઉટ થયા પહેલા વિરાટ કોહલીએ કેપ્ટન ઈનિંગ રમતા મુશ્કેલીમાં ફસાયેલી ટીમ ઈન્ડિયાને બહાર નિકાળી હતી. વિરાટ કોહલી 58 રન બનાવીને મોઈન અલીની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો હતો.

  ભારત તરફથી શિખર ધવન 17 રન બનાવીને જેમ્સ એન્ડરસનને શિકાર બન્યો હતો. જ્યારે લોકેશ રાહુલ તો ખાતું પણ ખોલી શક્યો નહતો. બ્રોડે લોકેશ રાહુલને ક્લિન બોલ્ડ કરીને પેવેલિયન પરત કર્યો હતો. જ્યારે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર ચેતેશ્વર પુજારા માત્ર પાંચ રને જેમ્સ એન્ડરસનની ઓવરમાં લેગબીફોર થઈને પેવેલિયન ફર્યો હતો.

  ભારત પર ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે મેળવી હતી 233 રનની લીડ

  ભારત પર ઇંગ્લેન્ડે કુલ 233 રનની લીડ મેળવી. ત્રીજા દિવસની મેચ પૂરી થવા પર સેમ કુરન 37 રન સાથે અણનમ રહ્યો. ટીમ માટે જોસ બટલરે 69 રન બનાવીને સૌથી સફળ બેટ્સમેન રહ્યો. કીટોન જેનિંગ્સે 36 રન સાથે અને બેન સ્ટોક્સે 30 રન સાથે ટીમનો સ્કોર વધારવામાં યોગદાન આપ્યું. એક સમયે ઇંગ્લેન્ડની અડધી ટીમ 122 રન પર પેવેલિયન પરત ફરી ચૂકી હતી. ત્યારબાદ બટલરે પહેલા સ્ટોક્સ અને પછી કુરેન સાથે ક્રમશઃ 56 અને 55 રનની ભાગીદારી કરી.

  અહીં ક્લિક કરી વાંચો હવે જીત કેમ છે નામુમકિન!

  વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયા ઈગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચવાના સપના લઈ પહોંચી હતી, પરંતુ હવે આ સપનું તૂટતુ દેખાઈ રહ્યું છે. સિરીઝની પહેલી બે ટેસ્ટમાં હાર્યા બાદ ટીમ ઈન્ડીયાએ નોંટિંઘમમાં ત્રીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં વાપસીની આશા બતાવી હતી. જોકે, હવે ટીમ ઈન્ડીયા સાઉથૈંટેનમાં હારવાના દરવાજા પર ઉભી છે. સાઉથૈંટેન ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ 223 રનથી આગળ થઈ ગઈ છે, અને આ ટીમ ઈન્ડીયા માટે મોટી મુશ્કેલી છે.
  Published by:Sanjay Vaghela
  First published: