Home /News /cricket /

INDvsAUS: મેચ જ નહીં નંબર-1નો તાજ પણ હારી ટીમ ઇન્ડિયા

INDvsAUS: મેચ જ નહીં નંબર-1નો તાજ પણ હારી ટીમ ઇન્ડિયા

સ્ટ્રેલિયાની ટીમે ઇન્ડિયાને 21 રનથી હરાવી અન આ સાથે જ તેનો વિજય રથ પણ રોક્યો. પાંચ વન ડે મેચની સીરીઝમાં ભારત હાલમાં 3-1થી આગળ

સ્ટ્રેલિયાની ટીમે ઇન્ડિયાને 21 રનથી હરાવી અન આ સાથે જ તેનો વિજય રથ પણ રોક્યો. પાંચ વન ડે મેચની સીરીઝમાં ભારત હાલમાં 3-1થી આગળ

બેંગલુરૂ વન ડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઇન્ડિયાને 21 રનથી હરાવી અન આ સાથે જ તેનો વિજય રથ પણ રોક્યો. પાંચ વન ડે મેચની સીરીઝમાં ભારત હાલમાં 3-1થી આગળ છે. ત્રણ સતત જીત બાદ વન ડે સીરીઝમાં ભારતની આ પહેલી હાર છે. ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્વિટે ટોસ જીતીને પહેલાં બેટિંગનો કર્યો હતો નિર્ણય અને આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે 50  ઓવરમાં પાંચ વિકેટનાં નુક્શાન પર 334 રન બનાવ્યા હતા..
જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટનાં નુક્શાન પર 313 રન જ બનાવ્યા હતા. વિદેશની ધરતી પર છેલ્લી 14 વન ડેમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી જીત છે.

હારની સાથે ગુમાવવો પડ્યો તાજ
ટીમ ઇન્ડિયાએ નંબર વનનો તાજ જાળવી રાખવા માટે આ મેચ જીતવી ખુબ જરૂરી હતી. અત્યાર સુધી ઇન્ડિયાનું રેટિંગ 120 પોઇન્ટ છે જ્યારે દક્ષિણ આફ્રિકાનું 119 અને ઓસ્ટ્રેલિયાનું 114 છે. આ હાર બાદ ભારત એક પોઇન્ટ ડાઉન થઇ યુ છે. હવે ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેનાં પોઇન્ટ 119-119 અંક થઇ ગયા છે. પણ પોઇન્ટનાં કેટલાંક અંતરને કારણે ટીમ ઇન્ડિયા બીજા નંબર પર જતી રહી છે. હવે ભારત પાસે પહેલી ઓક્ટોબરે નાગપુરમાં યોજાનારી અંતિમ વન ડે જીતીને ફરીથી નંબર વન થવાની તક છે. પણ આ મેચ તેણે તે માટે કોઇપણ કિંમતે જીતવી જ પડશે.
First published:

Tags: ICC રેંકિંગ, INDvsAUS, ટીમ ઇન્ડિયા, હાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन