બાંગ્લાદેશ પ્રવાસ માટે રવિ શાસ્ત્રી રહેશે કોચ

Haresh Suthar | News18
Updated: June 2, 2015, 12:47 PM IST
બાંગ્લાદેશ પ્રવાસ માટે રવિ શાસ્ત્રી રહેશે કોચ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇ દ્વારા બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટેના સર્પોટ સ્ટાફની જાહેરાત કરી છે. જેમાં સૌરવ ગાંગુલી, લક્ષ્મણ અને સચિન તેદુંલકરને સલાહકાર સમિતિમાં સમાવાયા છે તો રવિ શાસ્ત્રીને વચગાળાના કોચ તરીકે લેવામાં આવ્યા છે અને સંજય બાંગરને બેટીંગ કોચ તથા અરૂણને બોલીંગ કોચ તરીકે લેવાયા છે.

  • News18
  • Last Updated: June 2, 2015, 12:47 PM IST
  • Share this:
નવી દિલ્હી # ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇ દ્વારા બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટેના સર્પોટ સ્ટાફની જાહેરાત કરી છે. જેમાં સૌરવ ગાંગુલી, લક્ષ્મણ અને સચિન તેદુંલકરને સલાહકાર સમિતિમાં સમાવાયા છે તો રવિ શાસ્ત્રીને વચગાળાના કોચ તરીકે લેવામાં આવ્યા છે અને સંજય બાંગરને બેટીંગ કોચ તથા અરૂણને બોલીંગ કોચ તરીકે લેવાયા છે.

વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચ ડંકન ફ્લેચર અને અન્ય સર્પોટીંગ સ્ટાફની મુદત 31મી માર્ચે પુરી થઇ ગઇ છે. ત્યારથી કોચ માટેની શોધ ચાલુ છે જોકે હજુ સુધી ભારતીય ક્રિકેટ ટીમને કોચ મળ્યો નથી. આ સંજોગોમાં બીસીસીઆઇ દ્વારા બાકી અન્ય સર્પોટીંગ સ્ટાફની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રવિ શાસ્ત્રીને વચગાળાના કોચ તરીકે લેવામાં આવ્યા છે. ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ 7મી જુનથી શરૂ થશે જેમાં પ્રથમ ટેસ્ટ 10મી જુનથી રમાશે.

અહીં નોંધનિય છે કે, કોચ તરીકે સૌરવ ગાંગુલીનું નામ હોટ ચાલી રહ્યું હતું જોકે ગઇ કાલે કરાયેલી જાહેરાતમાં સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ સલાહકાર સમિતિમાં સમાવાતાં આ અટકળો પર પાણી ફરી વળ્યું છે. જોકે રાહુલ દ્રવિડને સલાહકાર સમિતિમાં સ્થાન ન અપાતાં કોચની અટકળો તેજ બની છે.
First published: June 2, 2015, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading