Ind vs NZ : ભારતે રચ્યો ઇતિહાસ, T-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી સફાયો

News18 Gujarati
Updated: February 2, 2020, 4:39 PM IST
Ind vs NZ : ભારતે રચ્યો ઇતિહાસ, T-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી સફાયો
ભારતીય ટીમ પાંચ મેચની T-20 સીરિઝમાં વ્હાઇટ વૉશ કરનારી પ્રથમ ટીમ બની

પાંચમી T -20 મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 163 રન બનાવ્યા હતા

  • Share this:
માઉન્ટ મુંગુની : ન્યૂઝીલેન્ડના માઉન્ટ મુંગુની ખાતે રમાયેલી પાંચ મેચની T -20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 7 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે ન્યુઝીલેન્ડનો 5-0થી વ્હાઇટ વૉશ કર્યો હતો. માઉન્ટ મુંગુની ખાતે રમાયેલી પાંચમી T -20 મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 163 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ 156 રન બનાવી શકી હતી અને ભારતે મેચ જીતી લીધી હતી. પ્રથમ વખત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T -20 શ્રેણી રમવામાં આવી હતી, જેમાં ભારતે શ્રેણીની તમામ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

મેચમાં પહેલાં બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ પેવેલિયન પરત ફરતા પહેલા 60 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કે.એલ રાહુલે 45 રનનું યોગદાન આપ્યું હતું અને શ્રેયસ અય્યરે અણનમ 33 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : કેવું હશે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ? જુઓ મોટેરાનાં લોકાર્પણ પહેલાંની તસવીરો

મનિષ પાંડે ચાર બોલમાં ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 11 રને અણનમ રહ્યો. આ ઇનિંગની મદદથી રોહિતે T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ 25 વાર 50 અથવા તેથી વધુ રનનો સ્કોર પૂર્ણ કર્યો હતો. તેણે વિરાટ કોહલી (24) ને પાછળ છોડી દીધો છે. કોહલીએ 24 વખત T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારી છે. તેના નામમાં જોકે એકેય સદી નથી. ન્યુઝીલેન્ડ તરફથી સ્કોટ કુગગેલેને બે અને હમિશ બેનેટે એક વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં સંજુ સેમસન અને કેએલ રાહુલની જોડી ઇનિંગની શરૂઆત કરવા ઉતરી હતી. પરંતુ સંજુ સેમસન માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને રોહિત શર્માએ મળીને 88 રનની ભાગીદારી કરી. 12મી ઓવરમાં હમીશ બેનેટે કે.એલ રાહુલને તેનો શિકાર બનાવ્યો. બેનેટની બોલ પર રાહુલ મિશેલ સેટનેરના હાથે 45 રન બનાવીને આઉટ થયો કેચ આઉટ થયો હતો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : USના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે, હેલિપેડ માટે તૈયારી શરૂન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ પ્રથમ વાર વ્હાઇટ વૉશ સાથે સીરિઝ જીતી

ન્યૂઝીલેન્ડની ધરતી પર આંતરરાષ્ટ્રીય સીરિઝમાં પ્રથમ વખત ભારતે જીત મેળવી છે. ભારત અગાઉ ન્યુઝીલેન્ડની ધરતી પર ક્યારેય T-20 સીરિઝ જીતી શક્યું નહોતું. ભારતે વર્ષ 2008-2009માં ન્યૂઝીલેન્ડની ધરતી પર પ્રથમ T-20 આંતરરાષ્ટ્રીય સીરિઝ રમી હતી. આ બે મેચની T-20 સિરીઝમાં ભારતને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, 2018-2019માં રમાયેલી T-20 આંતરરાષ્ટ્રીય સીરિઝમાં ન્યુઝીલેન્ડે દ્વારા ભારતને 2-1થી પરાજિત કર્યું હતું. આ સાથે ભારતે 11 વર્ષમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ધરતી પર T-20 સીરિઝ જીતી છે.
First published: February 2, 2020
વધુ વાંચો
अगली ख़बर