Home /News /cricket /IND vs BAN: બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત સહિત આ બે ખેલાડીઓ નહીં રમે, ટીમ જાહેર

IND vs BAN: બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત સહિત આ બે ખેલાડીઓ નહીં રમે, ટીમ જાહેર

રોહિત શર્મા ઇજાગ્રસ્ત

INDIA VS BANGLADESH 2ND TEST: ભારત અને બાંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. કારણ કે બે ખેલાડીઓ ટીમમાંથી ઇજાના કારણે પડતાં મુકાયા છે. તો તેની સામે જુઓ કોને મળ્યું સ્થાન

CRICEKT NEWS: ક્રિકેટ રસીયાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીઆઈ (BCCI)એ મંગળવારે પુષ્ટિ કરી છે કે, રોહિત શર્માના અંગૂઠાની ઇજા (Rohit Sharma Thumb Injury)ના કારણે તે બાંગ્લાદેશ સામેની ભારતની બીજી ટેસ્ટ (IND vs BAN Second Test Match)માં રમવા માટે હજુ સુધી રીકવર થયો નથી. તેથી કેપ્ટન પણ ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini)ની સાથે ટીમમાંથી બહાર રહેશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશ સામેની બીજી ODI દરમિયાન સ્લિપમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે રોહિતને ડાબા અંગૂઠામાં ઇજા પહોંચી હતી અને તે હાલ BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.કે એલ રાહુલ ફરી સંભાળી શકે છે સુકાની

મહત્વનું છે કે કે એલ રાહુલે (KL Rahul) પ્રથમ ટેસ્માં કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવી હતી અને તે સીરીઝની બીજી અને અંતિમ મેચમાં પણ કેપ્ટન તરીકે રહેશે.

શું કહ્યું BCCIએ?

BCCIએ એક નિવેદનમાં આગળ જણાવ્યું કે, મેડિકલ ટીમનું માનવું છે કે ભારતીય કેપ્ટન ફૂલ ઇન્ટેન્સિટી સાથે બેટિંગ અને ફિલ્ડિંગ કરી શકે તે માટે તેની ઇજા સંપૂર્ણ ઠીક થવી જરૂરી છે. તે રીહેબ ચાલું રાખશે અને બાંગ્લાદેશ સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં રમી શકશે નહીં. ભારતીય ટીમ મેનેજમેન્ટ રોહિતને આગામી હોમ સીઝન પહેલા રમવા દેવાનું જોખમ ટાળવા માંગે છે. મહત્વનું છે કે આગામી મહિનામાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની ટીમો લિમિટેડ-ઓવર્સ ટૂર માટે આવશે અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે હાઇ-પ્રોફાઇલ ટેસ્ટ સીરીઝ પણ છે.

આ પણ વાંચો: FIFA 2022: રાષ્ટ્રભાવના! પોતાના દેશની ટીમ હારી ગઈ તો રાષ્ટ્રપતિ પોતે ખેલાડીઓને ભેટી પડ્યા

આ પણ વાંચો: સચિન જે ન કરી શક્યો એ દીકરા અર્જુને કરી બતાવ્યુ, પિતાનું અધૂરું સપનું પૂરુ કર્યું

સૈનીની ફિટનેસ પણ ખરાબ

તો બીજી તરફ સૈની પણ સ્નાયુઓના દુ:ખાવાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે અને ફાસ્ટ બોલર તેની ઇજાના આગળના મેનેજમેન્ટ માટે NCAનો સંપર્ક કરશે. સૈનીની ઇજા તેની ફિટનેસ પર કેટલાક સવાલો ઉભા કરી રહી છે. તેણે ટેસ્ટ પહેલાં બાંગ્લાદેશમાં બે ગેમ્સમાં ઇન્ડિયા Aનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. અને તેને ફિટ માનવામાં આવતો હતો. જોકે, તે પ્રથમ ટેસ્ટ રમ્યો નહતો. ભારતે પ્રથમ ટેસ્ટ 188 રને જીતી હતી.

" isDesktop="true" id="1304200" >

બીજી ટેસ્ટ માટે ભારતની નવી ટીમ

કે એલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકિપર), કે એસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.
First published:

Tags: Cricket News Gujarati, IND Vs BAN, India vs Bangladesh, ક્રિકેટ