Home /News /cricket /Video Viral: પાકિસ્તાનીઓને માર મારનારા અફઘાન પ્રશંસકે સ્ટેડિયમમાં ભારતીય ફેન્સને ગળે લગાવ્યો, જિંદાબાદના નારા લાગ્યાં

Video Viral: પાકિસ્તાનીઓને માર મારનારા અફઘાન પ્રશંસકે સ્ટેડિયમમાં ભારતીય ફેન્સને ગળે લગાવ્યો, જિંદાબાદના નારા લાગ્યાં

ભારત અને અફઘાનિસ્તાનના ફ્રેન્ડ એકબીજાના ગળે મળ્યાં

Video Viral: ભારત - અફઘાનિસ્તાન મેચ દરમિયાન બંને દેશના ફેન્સ એકબીજાને ભેટ્યાં હતા. આ સિવાય બંને દેશોના ફેન્સે જિંદાબાદના નારા લગાવ્યા હતા.

    નવી દિલ્હીઃ એશિયા કપ 2022માંથી ભારતીય ટીમ બહાર થઈ ચૂકી છે. ટીમ ઇન્ડિયાએ એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું હતું, પરંતુ આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભારત - અફઘાનિસ્તાન મેચ દરમિયાન બંને ટીમોના ફેન્સ વચ્ચે ગજ્જબનો ભાઈચારો જોવા મળ્યો હતો. આ વાયરલ વીડિયોમાં ભારત - અફઘાનિસ્તાનના ફેન્સ એકબીજાને ગળે મળ્યા પછી ભારત અને અફઘાનિસ્તાન જિંદાબાદના નારા લગાવતા જોવા મળે છે.

    સ્ટેડિયમમાં ભારત-અફઘાનિસ્તાનના ફેન્સ ગળે મળ્યાં


    ભારત અને અફઘાનિસ્તાનના ફેન્સનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ સામસામે આવી ગઈ હતી. આ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ મેદાનમાં સામસામે આવ્યા હતા. ત્યાં જ સ્ટેન્ડમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ફેન્સ પણ સામસામે આવ્યા હતા. ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમો એશિયા કપ 2022 ફાઇનલ રેસમાંથી બહાર થઈ ચૂકી છે. એશિય કપ 2022ની ફાઇનલ મેચમાં 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ રમશે.




    ભારત જિંદાબાદ અને અફઘાનિસ્તાન જિંદાબાદના નારા લાગ્યાં


    અફઘાનિસ્તાનના એક ટ્વીટર યુઝરે વીડિયો શેર કર્યો છે. તેમાં ભારત અને અફઘાનિસ્તાનના ફેન્સ એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હબીબ ખાન નામના ટ્વીટર યુઝરે વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, અફઘાનિસ્તાન અને ભારતની મેચ દરમિયાન ભાઈચારો જોવા મળ્યો. આ સાથે જ બંને દેશના ફેન્સે એકબીજાને ગળે મળીને ભારત જિંદાબાદ અને અફઘાનિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા જોવા મળ્યા હતા.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Cricket New in Gujarati, India Afghanistan News, Video viral

    विज्ञापन
    विज्ञापन