Home /News /cricket /

IND vs SL 3rd T20: શ્રેયસ અય્યરની તોફાની બેટિંગ સામે શ્રીલંકા પસ્ત, ભારતે ત્રીજી ટી-20 મેચ 6 વિકેટે જીતી

IND vs SL 3rd T20: શ્રેયસ અય્યરની તોફાની બેટિંગ સામે શ્રીલંકા પસ્ત, ભારતે ત્રીજી ટી-20 મેચ 6 વિકેટે જીતી

રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું છે.

India vs Sri Lanka 3rd T20I LIVE Score and Commentary in Hindi : રોહિત શર્મા (Rohit Sharma)ની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું (IND vs SL 3rd T20I) છે.

    India vs Sri Lanka 3rd T20I LIVE Score and Commentary in Hindi : રોહિત શર્મા (Rohit Sharma)ની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું (IND vs SL 3rd T20I) છે. ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકન ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે યજમાનોએ 16.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

    શ્રેયસ અય્યરે ફરી એકવાર ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અણનમ 73 રન બનાવીને પરત ફર્યો હતો. અય્યરે 45 બોલની ઈનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ત્યાં જ રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. અય્યરે સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી.

    આ પણ વાંચો- Assembly election: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો પ્રજા સમક્ષ સંકલ્પ પત્ર જાહેર, 125 પ્લસ ટાર્ગેટ

    આ પહેલા શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 74 રન બનાવ્યા હતા અને અણનમ પરત ફર્યો હતો. તેણે 38 બોલની ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. શનાકાએ ચમિકા કરુણારત્ને સાથે 86 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. જોકે કરુણારત્નેનું યોગદાન માત્ર 12 રનનું રહ્યું હતું. ભારત તરફથી ઝડપી બોલર અવેશ ખાને 2 જ્યારે મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈને 1-1 વિકેટ મળી હતી.

    147 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતને પહેલો ફટકો ખુબ જ વહેલા મળ્યો હતો અને કેપ્ટન રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સંજુ સેમસન અને શ્રેયસ અય્યરે બીજી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. સેમસને 12 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. જે ચમિકા કરુણારત્નેનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડાએ 21 અને વેંકટેશ અય્યરે 5 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો- યુક્રેને રશિયા સામે ICJનો દરવાજો ખટખટાવ્યો, પુતિનના હુમલાને 'નરસંહાર' ગણાવ્યો

    ભારતની પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કરવામાં આવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે ટીમમાં રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં જ શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવનમાં પણ 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. શનિવારે આ મેદાન પર રમાયેલી બીજી ટી-20માં તેણે 7 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 3થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. લખનૌમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. ત્યાં જ બીજી ટી-20 મેચમાં ભારતે તોફાની બેટિંગની મદદથી શ્રીલંકાએ આપેલા લક્ષ્યને 7 વિકેટે હાસલ કરી લીધો જીત મેળવી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket Fight, Cricket live score, Cricket News Gujarati, Cricket Score, India vs Sri Lanka, India vs sri lanka 3rd t20i, Team india

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन