IND VS SA : રોહિત શર્માનો દિવાનો થયો વિરાટ, કહી આ વાત

IND VS SA : રોહિત શર્માનો દિવાનો થયો વિરાટ, કહી આ વાત
ફાઇલ તસવીર

રોહિત શર્માએ વન ડેમાં સૌથી વધારે સદી ફટકારવા મામલે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન તિકલરત્ને દિલશાનના પાછળ રાખી દીધા છે.

  • Share this:
    વર્લ્ડ કપ 2019માં ભારતની પ્રથમ જીત બાદ રોહિત શર્માની શાનદાર સદીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. રોહિત શર્માએ સાઉથેમ્પ્ટનના મેદાનમાં 122 રન ફટકારીને દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી. જોકે, રોહિત શર્માએ ખૂબ ધીમી ગતિએ સદી ફટકારી હતી, પરંતુ તમામ લોકો તેની સદીની પ્રશંસા કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માની સદીને ઉત્તમ ગણાવી છે.

    વિરાટ કોહલીનું આ નિવેદન ખૂબ જ અગત્યનું છે. રોહિત શર્માએ અત્યાર સુધી 23 સદી ફટકારી છે. જેમાં ત્રણ બેવડી સદી પણ સામેલ છે. વિરાટ કોહલી રોહિતની સદીને શા માટે ઉત્તમ ગણાવી રહ્યો છે તેની પાછળ ખાસ કારણ છે. આ માટે વિરાટે બે કારણ ગણાવ્યા છે. પ્રથમ વર્લ્ડ કપનું દબાણ અને બીજું ટીમ ઇન્ડિયાને જીત અપાવવાની જવાબદારી.



    વિરાટ કોહલીએ રોહિતની રમત વિશે કહ્યું કે, "મારા મતે રોહિતની આ રમત અત્યાર સુધીની સૌથી ઉત્તમ વન ડે રમત હતી. કારણ કે ખેલાડીઓ પર વર્લડ કપનું ખૂબ દબાણ હોય છે."

    મેન ઓફ ધ મેચ જાહેર થયેલા રોહિતે સ્વીકાર્યું કે તેણે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કર્યું ન હતું. રોહિતે કહ્યું, 'હું મારી કુદરતી રમત ન રમી શક્યો. મેં એવા શોટ્સ ન ફટકાર્યં જે હું સામાન્ય રીતે મારતો હોવ છું. મેં અનેક બોલ ખાલી છોડ્યાં હતાં.'

    રોહિતનો રેકોર્ડ

    રોહિત શર્માએ વન ડેમાં સૌથી વધારે સદી ફટકારવા મામલે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન તિકલરત્ને દિલશાનના પાછળ રાખી દીધા છે. ભારત તરફથી સૌથી વધારે વન ડે સદી ફટકારવાના મામલે રોહિત હાલ ત્રીજા નંબર પર છે. રોહિતની આગળ વિરાટ (41) અને સચિન તેંડુલકર (49) છે.

    વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે કોઈ ત્રીજા ભારતીયએ સદી ફટકારી છે. રોહિત શર્મા પહેલા સચિન તેંડુલકરે નાગપુરમાં 2011માં અને શિખર ધવને મેલબોર્નમાં વર્ષ 2015માં વર્લ કપમાં સદી ફટકારી હતી.

    જો વન ડેમાં ભારતીય બેટ્સમેનોએ વિદેશની ધરતી પર લગાવેલી સદીની વાત કરવામાં આવે તો તેમાં રોહિત ત્રીજા નંબર પર છે. રોહિતે વિદેશની ધરતી પર 12 સદી ફટકારી છે. સૌથી વધારે સદી સચિને (26) ફટકારી છે, જ્યારે સૌરવ ગાંગુલીએ 15 સદી ફટકારી છે. રોહિત શિખર ધવનને પાછળ રાખી દીધો છે, જેના નામે 11 સદીનો રેકોર્ડ છે.
    First published:June 06, 2019, 08:50 am