રાજકોટઃ ગુજરાતના રાજકોટમાં (rajkot) રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા (Indian vs south affrica match) મેચમાં ભારતીય ટીમની (team india) શાનદાર જીત થઈ હતી. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 82 રને વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલે 17મી ઓવર નાખી. તેણે લુંગી એનગિડીને 4 રન પર આઉટ કર્યો હતો. બાવુમા ઈજાને કારણે બેટિંગ કરવા માટે બહાર આવ્યો ન હતો. આખી ટીમ 16.5 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-2ની બરાબરી મેળવી લીધી છે. દિનેશ કાર્તિક (55 રન), હાર્દિક પંડ્યા (46 રન) અને આવેશ ખાન (4 વિકેટ) ભારતની જીતના હીરો રહ્યા હતા.
T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 48 રનનો હતો. ભારતની એકંદરે આ પાંચમી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે 2018માં ડબલિનમાં આયર્લેન્ડને આ માર્જિનથી હરાવ્યું હતું.
ભારતીય ટીમની પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરૂઆત
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પહેલા ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરૂઆત કરી હતી. અને ટીમની 3 ઓવરમાં જ બીજી વિકેટ પણ પડી ગઈ હતી. બીજી ઓવરમાં ગાયકવાડ 5 રન કરીને આઉટ થયો હતો, જ્યારે શ્રેયશ ઐયર પણ માર્કો યાનસનની ઓવરમાં એક સિક્સ મારીને 11 રન કરીને આઉટ થયો હતો, ત્યાર બાદ ઈશાન કિશન અને પંતે બાજી સંભાળી હતી.
દક્ષિણ આફ્રિકાએ ટીમમાં 3 ફેરફાર કર્યા છે. આ સાથે જ ભારતીય ટીમ ફરી એકવાર કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. રિતુરત ગાયકવાડ બીજી ઓવરમાં 5 રન બનાવીને લુંગી એનગીડીનો શિકાર બન્યો હતો. ત્રીજી ઓવરમાં શ્રેયસ ઐયર 4 રન બનાવી માર્કો યાનસનના હાથે આઉટ થયો હતો.