IND vs PAK, T20 world cup: ભારતની હારના 5 કારણો, જેના કારણે ઈતિહાસ બદલાઈ ગયો

ટીમ ઈન્ડિયાના હારના પાંચ કારણો

India vs pakistan t20 match: વિરાટ કોહલીના (Virat Kohli) નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં (Tournament) સારી શરૂઆત કરી શકી નથી. હારના પાંચ જવાબદારોની વાત (Five reasons to lose a match) કરીએ તો રોહિત શર્મા (rohit sharma), કેએલ રાહુલ (KL rahul), મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) મોખરે હતા.

  • Share this:
    દુબઈ: ટી 20 વર્લ્ડકપ 2021 માં (t20 world cup) પાકિસ્તાને (pakistan team) ટીમ ઇન્ડિયાને (team india loss match by 10 vicket) 10 વિકેટે હરાવી હતી. ODI અને T20 વર્લ્ડ કપના 29 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને ભારતીય ટીમને હરાવ્યું. મેચમાં (India vs pakistan) ટીમ ઇન્ડિયાએ પ્રથમ રમતી વખતે 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 17.5 ઓવરમાં વિના વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

    કેપ્ટન બાબર આઝમે અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને અણનમ 78 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના (Virat Kohli) નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી શકી નથી. હારના પાંચ જવાબદારોની વાત કરીએ તો રોહિત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવ મોખરે હતા.

    હારના 5 કારણો આ પ્રમાણે છે.

    પ્રથમ કારણ: દુબઈની પીચ પર ટોસ મહત્વપૂર્ણ છે. આઈપીએલ 2020 અને આઈપીએલ 2021 મેચના બીજા તબક્કા દરમિયાન પીછો કરનારી ટીમે 77 ટકા મેચ જીતી હતી. ટોસ હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો.

    બીજું કારણ: ભારતીય ઓપનર્સ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સારી શરૂઆત ન કરી શક્યા. 13 બોલમાં 6 રનના સ્કોર પર ટીમે બંને ઓપનરોની વિકેટ ગુમાવી હતી. રોહિત ખાતું પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે કેએલ રાહુલે રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ માત્ર 11 રન બનાવી શક્યો હતો. આ કારણે ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી અને બોલરો દબાણ કરતા દેખાતા હતા.

    આ પણ વાંચોઃ-IND vs PAK:પાકિસ્તાન સામે છગ્ગા ફટકારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ video

    ત્રીજું કારણ: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરો નવા બોલથી એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. પાકિસ્તાનના બેટ્સમેનોએ પ્રથમ 6 ઓવરમાં વિકેટ વગર 43 રન બનાવ્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પ્રથમ વિકેટ માટે અણનમ 152 રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-T20 World Cup: શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચમાં બબાલ, લિટન દાસ અને લાહિરુ કુમારા ઝઘડી પડ્યા, જુઓ Video

    ચોથું કારણ: આઈપીએલમાં લેગ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ સારી બોલિંગ કરતા 18 વિકેટ ઝડપી હતી. પરંતુ પાકિસ્તાન સામે ડાબોડી સ્પિન બોલર રવિન્દ્ર જાડેજા અને વરુણ પણ ખાસ કંઈ કરી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયામાં છઠ્ઠા બોલરની પણ કમી હતી. શમીએ પ્રથમ બે ઓવરમાં 19 રન અને ભુવનેશ્વરે પ્રથમ બે ઓવરમાં 18 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં છઠ્ઠો બોલર ચૂકી ગયો હતો.

    પાંચમું કારણ: પાકિસ્તાને છેલ્લી 8 ઓવરમાં 67 રન બનાવવાના હતા. રન રેટ 8 થી ઉપર હતો. આ પછી પણ બોલરો પાકિસ્તાની બેટ્સમેનો પર દબાણ બનાવી શક્યા ન હતા. વરુણ ચક્રવર્તીએ 13મી ઓવરમાં 16 રન આપ્યા હતા. બાબર અને રિઝવાને ઓવરમાં એક-એક સિક્સર ફટકારી હતી.
    Published by:ankit patel
    First published: