Home /News /cricket /

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ત્રીજી t20માં ધોઈ નાંખ્યું, 3-0થી ક્લીન સ્વીપ કર્યું

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ત્રીજી t20માં ધોઈ નાંખ્યું, 3-0થી ક્લીન સ્વીપ કર્યું

ટીમ ઈન્ડિયાની જીત

Ind vs nz t20: મેચમાં ભારત (India) પહેલા રમતા 7 વિકેટ ઉપર 184 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રોહિતે શાનદાર 56 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની (New Zealand) ટીમે 111 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

  કોલકાત્તાઃ રોહિત શર્માએ (Rohit Sharma) કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ (Team India) ત્રીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવ્યું હતું. આ પ્રકારે ટીમને સીરીઝ ઉપર (India vs New Zealand T20 Series)3-0થી કબ્જો કરી લીધો છે. મેચમાં ભારત પહેલા રમતા 7 વિકેટ ઉપર 184 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રોહિતે શાનદાર 56 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 111 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ડાબા હાથનો સ્પિન બોલર અક્ષર પટેલે 9 રન આપીને 3 વિકેટ લીધી હતી. બંને ટીમો વચ્ચે હવે 25 ડિસેમ્બરથી 2 મેચોની ટેસ્ટ સીરીઝ હશે. ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સતત બીજી ટી20 સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડને તેના જ ઘરમાં 5 મેચોની સીરીઝમાં 5-0થી હરાવ્યું હતું.

  ન્યૂઝીલેન્ડની ટીમે લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી હતી. ટીમે 2 ઓવરમાં 21 રન બનાવ્યા હતા. આ પછી અક્ષર પટેલે ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ડેરિલ મિશેલ (5) અને છઠ્ઠા બોલ પર માર્ક ચેપમેન (0)ને આઉટ કરીને વિરોધી ટીમને બે જોરદાર ઝટકા આપ્યા હતા. તેણે આગલી ઓવરમાં ગ્લેન ફિલિપ્સ (0)ને બોલ્ડ કરીને ટીમને મેચમાં આગળ કરી દીધી હતી. તેણે T20 ઈન્ટરનેશનલમાં બીજી વખત 3 વિકેટ લીધી.

  ન્યૂઝીલેન્ડ માટે માર્ટિન ગુપ્ટિલે અડધી સદી ફટકારીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. તેણે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા. 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. એટલે કે તેણે બાઉન્ડ્રીથી જ 40 રન બનાવ્યા. પરંતુ ટીમનો અન્ય કોઈ ખેલાડી ટકાઉ રહી શક્યો નહોતો. 8 ખેલાડીઓ દસના આંકડાને સ્પર્શી શક્યા ન હતા.

  સમગ્ર ટીમ 17.2 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હર્ષલ પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ સામે ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે ભારતની સૌથી મોટી જીત 53 રનની હતી. 1 નવેમ્બર 2017ના રોજ દિલ્હીમાં રમાયેલી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 53 રને હરાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકો માટે આ સપ્તાહે નિર્ણયો લેવા જોખમી, જાણો રાશિફળ

  આ પહેલા રોહિત શર્માએ સતત ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો. પરંતુ આ વખતે તેણે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. તેણે 31 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. ઇશાન કિશન (29 રન) અને રોહિતે પ્રથમ વિકેટ માટે 6 ઓવરમાં 69 રન જોડ્યા હતા. પરંતુ મિશેલ સેન્ટનરે (27 રનમાં 3 વિકેટ) આ પછી ન્યૂઝીલેન્ડને વાપસી કરાવી હતી.

  શ્રેયસ અય્યર (25) અને વેંકટેશ અય્યર (20)એ 36 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ હર્ષલ પટેલ (18 રન) અને દીપક ચહરે (21*) ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતીય પૂંછડીના બેટ્સમેનોએ છેલ્લી પાંચ ઓવરમાં 50 રન ફટકારીને સ્કોર 180 રનથી આગળ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ મેચમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને આર અશ્વિન મેચની બહાર થયા હતા. તેમની જગ્યાએ ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Cricket News in Guajarati, IND vs NZ

  આગામી સમાચાર