અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ (India and England) વચ્ચે 4 માર્ચથી ચોથી ટેસ્ટ મેચ (Ind vs Eng test match) રમવા જઈ રહી છે. જે બાદ 12 માર્ચથી પાંચ T-20 મેચ પણ રમાશે. આ બધી મેચો અમદાવાદના (Ahmedabad) નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra modi stadium) રમાશે. જેને લઈને ટી-20માં સિલેક્ટ થયેલા ખેલાડીઓ એક બાદ એક મંગળવારે અમદાવાદ પહોંચ્યા છે. જેમાં શિખર ધવન અને શ્રેયાંસ ઐયરનો પણ સમાવેશ થાય છે.
આ બંને વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યા હતા. પરંતુ ટી-20 સિરીઝ રમવાની હોવાથી તેઓ મંગળવારે ટુર્નામેન્ટ અધવચ્ચે છોડીને જયપુરથી અમદાવાદ પહોંચ્યા હતા. તેમને બંનેએ કારમાં 11 કલાકનો પ્રવાસ ખેડ્યો હતો.
શ્રેયસ ઐયરે ધવન સાથે ઇન્સ્ટાગ્રામમાં એક સેલ્ફી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'અમદાવાદ સુધી 11 કલાકની ડ્રાઈવ. હવે એ જોવું રહ્યું કે સ્માઈલ આટલા લાંબા સમય સુધી રહે છે કે કેમ.' બીજી તરફ ધવને પણ ઐયર સાથેની તસ્વીર શેર કરતા લખ્યું કે, ભારતીય ટીમ સાથે ફરી એકવાર જોડાઈને સારું લાગ્યું.
આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું
આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

શ્રેયસે શેર કરેલી તસવીર
વિજય હજારે ટ્રોફીમાં અય્યરની સતત 2 સદી
અય્યર અને ધવન વિજય હજારે ટ્રોફીમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા હતા. અય્યરે મુંબઈ તરફથી રમતા 4 મેચમાં 260 રન બનાવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર અને રાજસ્થાન વિરુદ્ધ બે સદી પણ ફટકારી હતી. જ્યારે ધવને પાંચ મેચમાં 203 રન બનાવ્યા હતા. તેણે મહારાષ્ટ્ર વિરુદ્ધ 118 બોલમાં 153 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ભારતીય ટી-20 ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે એલ રાહુલ, શિખર ધવન, શ્રેયાંસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, ઈશાન કિશાન, યૂઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવટિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.
મોટેરા સ્ટેડિયમનું નામ થયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ઉલ્લેખનીય છે કે વૈશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેડિયમ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. જોકે, હવે તેનું નામ બદલાઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.