Home /News /cricket /

IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડની પારી 110 રને સમેટાઇ, બુમરાહે લીધી 6 વિકેટ

IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડની પારી 110 રને સમેટાઇ, બુમરાહે લીધી 6 વિકેટ

(તસવીર સાભાર: ટ્વિટર)

ઝડપી બોલર જસપ્રીત બુમરાહની સામે ટીમના દિગ્ગજ બેસ્ટમેન પણ ટકી શક્યા નહીં. બુમરાહે તેની શરૂઆતની 4 ઓવરમાં જ 4 વિકેટ ઝડપી લઇને મેજબાન ટીમને આકરો આંચકો આપ્યો હતો

    દિલ્હી: ઇંગ્લેન્ડની ટીમે ભારત વિરુદ્ધ વનડે સીરિઝની પ્રથમ મેચ (IND vs ENG 1st ODI)માં ખરાબ શરૂઆત કરી હતી. ઝડપી બોલર જસપ્રીત બુમરાહની સામે ટીમના દિગ્ગજ બેસ્ટમેન પણ ટકી શક્યા નહીં. બુમરાહે તેની શરૂઆતની 4 ઓવરમાં જ 4 વિકેટ ઝડપી લઇને મેજબાન ટીમને આકરો આંચકો આપ્યો હતો. ઇંગ્લેન્ડની પારી 25.2 ઓવરમાં 110 રને જ સમેટાઇ ગઇ છે. જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ શમીએ 3 અને પ્રસિદ્ધ કૃષ્ણાને 1 વિકેટ મળી છે.

    ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન જોસ બટલરે બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 6 ફોરની મદદથી 30 રનનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત ડેવિડ વિલીએ 21, બ્રાયડન કાર્સે 15 અને મોઇન અલીએ 14 રન કર્યા હતા. બાકી અન્ય બેસ્ટમેન ડબલ ડિજીટ ક્રોસ કરી શક્યા નહોતા.

    લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, મેજબાર ટીમના કેપ્ટન જોસ બટલરે વિચાર્યું નહીં હોય કે શરૂઆત આવી રહેશે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પારીની બીજી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. બુમરાહે ઓવરના ત્રીજા બોલ પર ઇંગ્લેન્ડના ઓપનર રોય (0)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે આ ઓવરના છેલ્લા બોલ પર પંતે જો રૂટ (0)નો કેચ પકડ્યો હતો.

    શમીએ તેની બીજી ઓવર (પારીની ત્રીજી) ઓવરના ચોથા બોલ પર બેન સ્ટોક્સને આઉટ કર્યો હતો. તે ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. બુમરાહે તેની ત્રીજી (પારીની છઠી) ઓવરના ત્રીજા બોલ પર જોની બેયરસ્ટોને (7) પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટ પર 17 રન હતો. બુમરાહે તેની ચોથી (પારીની 8મી) ઓવરમાં લિયામ લિવિંગસ્ટોનને શૂન્ય પર બોલ્ડ કર્યો હતો. ઇંગ્લેન્ડની અડધી ટીમ લગભગ 26 રન પર જ પેવેલિયન પરત ફરી ચૂકી હતી.

    ઇંગ્લેન્ડની ટીમના નામે આવી રીતે એક ખરાબ રેકોર્ડ નોંધાયો છે. ભારત વિરુદ્ધ વનડેમાં કોઇ ટીમની 5 વિકેટ આટલા ઓછા સ્કોર પર પડી નથી. આ પહેલાં ભારતે કોલંબોમાં 1997માં રમાયેલી વનડેમાં પાકિસ્તાનની 5 વિકેટ 29 રને ઝડપી હતી. ભારતીય બોલર્સે વર્ષ 2005માં હરારેમાં ઝિમ્બાબ્વેની 5 વિકેટ 30 રને લીધી હતી, જ્યારે 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટઇન્ડીઝની અડધી ટીમને 32 રને પેવેલિયન પરત મોકલી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन