IND vs BAN: આજે નાગપુરમાં બાંગ્લાદેશ સામે આરપારની લડાઈ

News18 Gujarati
Updated: November 10, 2019, 8:53 AM IST
IND vs BAN: આજે નાગપુરમાં બાંગ્લાદેશ સામે આરપારની લડાઈ
ટીમ ઇન્ડિયાએ મેચ પહેલાં નાગપુરમાં આકરી પ્રેક્ટિસ કરી હતી.

નાગપુરમાં ભારતમાં અત્યાર સુધી રમેલી 3 T-20માંથી 2 મેચ ગુમાવી છે. બાંગ્લાદેશને હળવાશમાં લેવું ભારે પડી શકે છે!

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આજે બાંગ્લાદેશ (Bangladesh) સામે નાગપુરમાં અંતિમ T-20 મેચ રમાશે. ભારત (India) આજની મેચમાં વિજય મેળવી અને T-20માં દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરશે આ સાથે આગામી T-20 વર્લ્ડકપ માટે કોર ખેલાડીઓને ઓળખી તેમનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. વિરાટ કોહલી (Virat Kohli)ની ગેરહાજરીમાં આ સીરિઝ જીતીને ક્રિકેટના સૌથી નાના ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાની સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ કરશે.

આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતનો લક્ષ્ય શ્રેણીમાં નવી પ્રતિભા શોધવાનો હતો, જોકે ટીમ તેવું કરવામાં નિષ્ફ્ળ રહી છે. લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે શાનદાર વાપસી કરી છે. પરંતુ શિવમ દુબે અને ખલીલ અહેમદ જેવા ખેલાડીઓ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શક્યા નથી. ઓપનર શિખર ધવન અને વિકેટકીપર ઋષભ પંતનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે અને નાના ફોર્મેટમાં આ મેચ તે બંને માટે મહત્ત્વની સાબિત થઇ શકે છે.

નાગપુરમાં આ બાબતનું ધ્યાન રાખવું પડશે

નાગપુરમાં 2017માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 144 રન ડિફેન્ડ કરતા ભારત 5 રને મેચ જીત્યું હતું. તેની પહેલા 2016માં વર્લ્ડ T-20માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 126 રન કરતાં ટીમ 79 રનમાં ઓલઆઉટ થઇ હતી. જયારે 2009માં ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ T-20માં શ્રીલંકા વિરુદ્ધ 216 રન ચેઝ કરતાં ટીમ 186 રન જ કરી શકી હતી. આમ ટીમે ત્રણમાંથી બે T-20 ગુમાવી છે. ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રણેય મેચ પ્રથમ બૅટિંગ કરનાર ટીમ જ જીતી છે. જોકે બે મેચ લો-સ્કોરિંગ રહી હતી અને એક મેચ હાઈ-સ્કોરિંગ રહી હતી. નોંધ લેવા જેવી બાબત એ છે કે લો-સ્કોરિંગ મેચો તે જ રહી હતી જેમાં સ્પિનર્સને પિચમાંથી ફાયદો મળ્યો હતો, આ સમયે પિચ સૂકી હોય તેવી સંભાવના છે. રવિવારે ચાહકોને વધુ એક રનફેસ્ટ જોવા મળી શકે છે.

બાંગ્લાદેશને હળવાશમાં લેવું ભારે પડી શકે

ભારતીય ટીમ જીતનો દાવો કરશે પરંતુ તમીમ ઇકબાલ અને શાકિબ ઉલ હસનની ગેરહાજરીમાં પણ બાંગ્લાદેશ ચોકાવી શકે છે. રાજકોટમાં બીજી ટી-20માં ટીમને સારૂ શરૂઆત મળી હતી પરંતુ તેનો ફાયદો ટીમ ઉપાડી શકી નહોતી અને 20 ઑવરમાં 153 રનમાંજ ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.

બાંગ્લાદેશ ટીમ: મહમ્મદુલ્લાહ (કેપ્ટન), સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, આફિફ હુસેન, મોસાદદેક હુસેન, અમીનુલ ઇસ્લામ, અબુ હૈદર રોની, લિંટન દાસ, મુશફિકર રહીમ, મોહમ્મદ મિથુન, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન, શફીઉલ ઇસ્લામ અને તૈજુલ ઇસ્લામ
First published: November 10, 2019, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading