IND vs AUS : ઓવલ મેદાન પર આવો છે ભારતીય ટીમનો ઇતિહાસ

News18 Gujarati
Updated: June 9, 2019, 12:23 PM IST
IND vs AUS : ઓવલ મેદાન પર આવો છે ભારતીય ટીમનો ઇતિહાસ
ઓવલ ગ્રાઉન્ડ (ફાઇલ તસવીર)

પાંચ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ અને બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતની ટીમ ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર સામસામે ટકરાશે. આ મેદાન પર ભારતે સૌપ્રથમ 1936માં મેચ રમી હતી.

  • Share this:
ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2019ના અગત્યના મુકાબલા માટે એક-બીજા સામે ટક્કર માટે તૈયાર છે. પાંચ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ અને બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતની ટીમ ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર સામસામે ટકરાશે. આ મેદાન પર ભારતે સૌપ્રથમ 1936માં મેચ રમી હતી. આ ભારતનો બીજો ઇંગ્લેન્ડ પ્રવાસ હતો. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ મેચ નવ વિકેટથી હારી ગઈ હતી. આ બાદમાં જાણે આ ગ્રાઉન્ટ પર હારની હારમાળા સર્જાઈ હતી.

82 વર્ષ થઈ ગયા, ટીમ ઇન્ડિયા અહીં 12 મેચ રમી છે, જેમાંથી માત્ર એકમાં જીત થઈ છે. ભારતે ઓવલ પર 1971માં એકમાત્ર મેચ જીતી છે, એ વખતે ટીમ ઇન્ડિયાની કમાન અજીત વાડેકરના હાથમાં હતી. ભારતે તે મેચ નવ વિકેટથી જીતી હતી. આ જીતના હીરો ચંદ્રશેખરે મેચમાં 10 વિકેટ ઝડપીને ટીમને જીત અપાવી હતી.

વરસાદ વિલન બની શકે

તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર મેચ પર ઠરી છે ત્યારે હવામાન વિભાગના અધિકારીઓ પણ બદલાતા હવામાન પર ચાંપતી નજર રાખીને બેઠા છે. કારણ કે અહીં હવામાન ગમે ત્યારે બદલાય જાય છે. લંડનમાં ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય ટીમને પણ પ્રેક્ટિસ મેચ દરમિયાન વરસાદનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે ઘણા લાંબા સમય સુધી ટીમ હોટલમાં જ પુરાયેલી રહી હતી. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ મેચ દમરિયાન વરસાદનું કોઈ વિઘ્ન ન નડે.

174 વર્ષ જૂનું સ્ટેડિયમ

ઓવલ સ્ટેડિયમ વર્ષ 1845માં બન્યું હતું. લોર્ડ્સ અને ટ્રેન્ટબ્રિજ બાદ ઓવલ ઇંગ્લેન્ડનું ત્રીજું સૌથી જૂનું સ્ટેડિયમ છે. આ મેદાનની ક્ષમતા 25,300 દર્શકોની છે. વર્લ્ડ કપ દરમિયાન આ મેદાનમાં પાંચ મેચ રમવામાં આવશે. ઓવલ Surrey County Cricket Clubનું ઘરેલૂં મેદાન છે. પહેલા તે કેનિંગ્ટન ઓવલના નામથી ઓળખાતું હતું. જોકે, બાદમાં ઓવલના ઓપરેટર સુરે કાઉન્ટી ક્લબે સ્પોન્સરશિપ શરૂ કરી હતી, બાદમાં સ્ટેડિયમનું નામ 'ફોસ્ટર ઓવલ', 'એએમપી ઓવલ', 'બ્રિટ ઓવલ' અને હાલમાં 'કિઆ ઓવલ' રાખવામાં આવ્યું છે.
First published: June 9, 2019
વધુ વાંચો
अगली ख़बर