IND vs AUS : આવી છે સંભવિત પ્લેઇંગ XI ટીમ, આ ખેલાડીઓ પર બધાની નજર

News18 Gujarati
Updated: June 9, 2019, 1:24 PM IST
IND vs AUS : આવી છે સંભવિત પ્લેઇંગ XI ટીમ, આ ખેલાડીઓ પર બધાની નજર
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ પર ટક્કર (ફાઇલ તસવીર)

એક બાજુ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક હશે.

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર છે. બંને ટીમ પોતાની છેલ્લી મેચ જીતી છે. ટીમની વાત કરવામાં આવે તો બંને પાસે સારા ખેલાડી છે. ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, ધોની જેવા દિગ્ગજ ખેલાડી છે, તો ઓસ્ટ્રેલિયા પાસે એરોન ફિંચ, ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ જેવા ખેલાડી છે.

આ ખેલાડીઓ પર બધાની નજર

કોહલી vs મિચેલ સ્ટાર્ક : એક બાજુ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક હશે. બંને વચ્ચે બોલ અને બેટની ફાઇટ દર્શકોને ખૂબ આનંદ અપાવશે.

ડેવિડ વોર્નર vs જસપ્રીત બુમરાહ : ટીમમાં એક વર્ષ પછી પરત ફરેલા ડેવિડ વોર્નરનો સામનો ICC રેન્કિંગમાં નંબર વન બોલર જસપ્રીત બુમરાહ સાથે થશે.

રોહિત vs ઓસ્ટ્રેલિયા : ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે હંમેશા રન બનાવે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુકાબલામાં રોહિતે 1980 રન બનાવ્યા છે. જ્યારે તેણે 7 સદી પણ ફટકારી છે.

આ હોઈ શકે છે પ્લેઇંગ XIઓસ્ટ્રેલિયા

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, એરોન ફિંચ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકિપર), માર્ક્સ સ્ટેઇનિસ, નાથન લોયલ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, એડમ જમ્પા.

ભારત

વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
First published: June 9, 2019
વધુ વાંચો
अगली ख़बर