...તો સૌથી મહાન ભારતીય કેપ્ટન બની જશે વિરાટ કોહલી?

 • Share this:
  એડિલેડ ક્રિકેટના મહાનતમ બેસ્ટમેન ડોન બ્રેડમેનનું શહેર છે, ક્રિકેટના હાલના બ્રેડમેન વિરાટ કોહલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એડિલેડમાં બેસ્ટમેન તરીકે કોહલીનો રેકોર્ડ અદભૂત છે અને હવે કેપ્ટન તરીકે પણ તેઓએ અનેક સિદ્ધિ મેળવી છે. પરંતુ એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 31 રનથી જીત બાદ એક સવાલ દરેકના મનમાં થઇ રહ્યો છે કે શું ભારતના મહાનતમ ટેસ્ટ કેપ્ટન બની જશે વિરાટ કોહલી ? આ સિદ્ધિ મેળવવા માટે કોહલીએ હાલના ઓસ્ટ્રેલિયા પ્રવાસની માત્ર બે ટેસ્ટ જીતવી પડશે. જો બંને ટેસ્ટ નહીં જીતી શકે તો હવે રમાનારી ત્રણેય મેચ હારવી નહીં.

  છેલ્લા 72 વર્ષમાં ભારત તો દૂર એશિયાનો કોઇપણ કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતી નથી શક્યો. એવામાં ભલે નબળી દેખાતી ઓસ્ટ્રેલિયન ટીમ ને જો કોહલીની ટીમ હરાવી દેશે તો કેપ્ટન માટે આ કરિયરની સૌથી મોટી જીત હશે. કોહલીએ પોતાની કારકિર્દીની શરૂઆત અનોખા અંદાજમાં કરી છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી સીરિઝની પ્રથમ મેચ ભારત જ નહીં એશિયાની કોઇપણ ટીમે જીતી ન હતી. કોહલીએ આ પરંપરા તોડી છે.  એ પણ સત્ય છે કે કોહલીએ પોતાની કેપ્ટનશિપમાં પહેલા સાઉથ આફ્રિકા અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતવાની તક ગુમાવી હતી. બંને સીરિઝમાં જો નસીબનો થોડો સાથ મળ્યો હોત તો કોહલી સીરિઝ જીતી શકે તેમ હતા. બેસ્ટમેન તરીકે કોહલી સફળ છે. પરંતુ એડિલેડમાં કોહલી નાકામ રહ્યાં, જો કે કેપ્ટનશિપમાં તેઓ અવ્વલ રહ્યાં. એવામાં જો ઓસ્ટ્રેલિયામાં કોહલી સીરિઝ જીતવામાં સફળ રહ્યાં તો તેમના માથે લાગેલો દાગ ધોવાઇ જશે.

  એશિયા બહાર રાહુલ દ્રવિડે ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝમાં સીરિઝ જીતી, એ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ આજની જેમ નબળી ટીમ ન હતી. સૌરવ ગાંગુલી એશિયાની બહાર 6 દેશમાં કેપ્ટનશિપ કરી પરંતુ સીરિઝ ક્યાંય જીતી નહીં. જો કે ગાંગુલીએ એ સમયમાં વિદેશમાં ટેસ્ટ જીતવા માટે એવી એવી ટિપ્સ આપી જે ભારતીય ખેલીડીઓ માટે આજે કામ આવી રહ્યું છે.  વાત ધોનીની કરીએ તો ધોનીએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં તો સીરિઝ હારી પરંતુ ન્યૂઝિલેન્ડમાં જીત મેળવી અને સાઉથ આફ્રિકામાં 1-1થી ડ્રો કરાવી. કોહલીનો ન્યૂઝિલેન્ડનો પ્રવાસ હજી બાકી છે. એવામાં જો કોહલી ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ જીતવામાં સફળ રહ્યા તો ઇતિહાસમાં તેનું નામ અમર થઇ જશે.
  Published by:Sanjay Vaghela
  First published: