પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ આઠ અને નવ ફેબ્રુઆરીએ સ્વિઝલેન્ડમાં રમાનાર સેન્ટ મોરિટ્ઝ આઇસ ક્રિકેટમાં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં નિવૃતિ લઈ ચૂકેલા કેટલાક દિગ્ગજો પહેલાથી જ જોડાઈ ચૂક્યા છે.
આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ પણ આફ્રિદી એક તરફ સતત પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમી રહ્યો છે, જ્યારે સ્મિથ પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં માસ્ટર્સ ચેમ્પિયન લીગમાં ભાગ લીધા બાદ પહેલી વાર ક્રિકેટ મેદાનમાં નજરે પડશે.
આ ટૂર્નામેન્ટથી વીરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કેફ, શોએબ આફ્રિકી, મહેલા જયવર્ધને, લસિથ મલિંગા, માઈકલ હસી, જેક કાલિસ, ડેનિયલ વિટોરી, નાથન મેક્કુલમ, ગ્રાન્ટ ઈલિયટ, મોન્ટી પાનેસર અને ઔવેસ શાહ જેવા ક્રિકેટર પહેલા જ આ ટૂર્નામેન્ટ સાથે જોડાઈ ચૂક્યા છે.
સ્મિથે કહ્યું , મને ખબર નથી આ ટૂર્નામેન્ટથી હું શું આશા રાખુ, પરંતુ હું દુનિયાના ખુબસુદર ભાગમાં ક્રિકેટ રમવાને લઈને રોમાંચિત છું. મને આશા છે કે, આ આયોજન સફળ થશે. ટૂર્નામેન્ટના આયોજક વીજે સ્પોર્ટસે દાવો કર્યો છે કે, તેમને ટૂર્નામેન્ટના આયોજન માટે આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પાસે મંજૂરી લીધી છે.
આ ટૂર્નામેન્ટની બધી જ મેચો મેટિંગ પિચ પર રમાશે, જેમાં લાલ બોલ અને બીજા ક્રિકેટ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે, સ્પાઈકવાળા બૂટની જગ્યાએ સ્પોર્ટસ બૂટનો ઉપયોગ કરવામાં આવશે.
મેચ સમયે વાતાવરણ સારૂ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છ, મેચ દરમિયાન દિવસનો ન્યૂનતમ તાપમાન શૂન્યથી 20 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર